ઊના – તા-૦૮ ડિસેમ્બર ૨૦૨૧ ના તામિલનાડુમાં થયેલ હેલિકોપ્ટર દુર્ઘટનામાં શહીદ થયેલા ભારતના CDS બિપિન રાવત, મધુલિકા રાવત તથા એમના સાથી શહીદ વિરજવાનોને યુવા કોળી સંગઠન ઉના તાલુકા દ્વારા વીર જવાનોને શ્રદ્ધાંજલિ કાર્યક્રમ ઉના ચંદ્રકીરણ સોસાયટીના બગીચામાં કરવામાં આવેલ હતું. જેમાં ખુબ બહોળી સંખ્યામાં યુવાનો જોડાયા સાથે વંદે માતરમ ગાન સાથે કેન્ડલ પ્રગટાવી સલામી આપી હતી. જેમાં યુવા કોળી સંગઠન તેમજ આગેવાનો સહીત યુવાનો આ કાર્યક્રમમાં જોડાયા હતા. વંદે માતરમ વીર જવાનો શહીદ રહોના નારા સાથે દેશના વીર જવાનોને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી…..


