Gujarat

સુરતમાં ટેમ્પોમાં શ્રમિકનું માથું હાઈટેન્શન લાઈને અડતા મોત

સુરત
સુરતના લિંબાયતના નારાયણ નગરમાં સામાનથી ભરેલા ટેમ્પોમાં બેસેલા મજૂરો પૈકી એક હાઈ ટેન્શન લાઈનને અડી જતા મોતને ભેટ્યો હોવાનું સામે આવ્યું છે. એટલું જ નહીં પણ મૃતક જુમાનનું માથું હાઈ ટેન્શન લાઈનમાં અડકી ગયા બાદ દુર્ઘટના સર્જાઈ હોવાનું જાણવા મળ્યું છે. રવિવારની મોડી સાંજે બનેલી ઘટનામાં બીજા એકને પણ હાઈ ટેન્શન લાઈનનો કરંટ લાગતા સ્મીમેરમાં સારવાર લીધા બાદ તબિયત સારી હોવાનું જાણવા મળ્યું છે. સલીમ મુસરફ શેખ (મૃતક જુમાનના પિતા) એ જણાવ્યું હતું કે જુમાનની ઉ.વ. ૨૭ અને પાંડેસરા ગોવાલક નગરમાં રહેતો હતો. બે દીકરાઓ પૈકી જુમાન મોટો હતો. મરોલીમાં લગ્ન પ્રસંગમાં મજૂરી કામ કરી મિત્રો સાથે પરત ફરી રહ્યો હતો. લિંબાયત નારાયણ નગરમાં મિત્રને ઉતારવા જતી વખતે ટેમ્પોમાં સવાર ૮-૧૦ મિત્રો પૈકી જુમાનનું માથું હાઈ ટેન્શન લાઇનને અડી જતા દુર્ઘટના સજાઈ હતી. એટલું જ નહીં પણ સાથે બેસેલા સુરજને પણ સામાન્ય કરંટ લાગતા બન્નેને તાત્કાલિક સારવાર માટે સ્મીમેર હોસ્પિટલ લઈ જવાયા હતા. જ્યાં જુમાનને મૃત જાહેર કરાયો હતો. માતા પરિવારથી અલગ થઈ ગયા બાદ મજૂરી કામ કરી પેટીયું ભરતા હતા. તેઓ મૂળ રાજસ્થાન અજમેરના રહેવાસી છે.

ACCIDENT-file.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *