Gujarat

સુરતના સિદ્ધકુટીર મહાદેવ મંદિર ખાતે જળાભિષેક યોજાયો

સુરત
મોગલોના આક્રમણને કારણે દેશભરના અનેક શિવાલયો ખંડિત થયા હતા. સોમનાથ મહાદેવ મંદિર હોય કે કાશી વિશ્વનાથનું મંદિર એવા અનેક ધાર્મિક સ્થળો આક્રમણકારોએ ધ્વંસ કરી દીધા હતા. છતાં પણ સમયાંતરે સનાતન ધર્મની આસ્થા આજે પણ એટલી જ જાેવા મળી રહી છે. સરદાર વલ્લભભાઈ પટેલે સોમનાથ મહાદેવ મંદિરનો જીર્ણોદ્ધાર કર્યો હતો અને હવે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા કાશી વિશ્વનાથ સહિતના અનેક મંદિરોનો જીર્ણોદ્ધાર કરવામાં આવી રહ્યું છે. ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલે જણાવ્યું કે કાશી વિશ્વનાથ હિન્દુ શાસ્ત્રમાં આલેખાયેલા બાર જ્યોતિર્લિંગ પૈકીનું એક છે. વર્ષ ૨૦૧૪થી જ વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા કાશી વિશ્વનાથ મંદિરના જીર્ણોદ્ધારને લઈને જાહેરાત કરવામાં આવી હતી. આજે એક મોટું કોરિડોર એ સ્થાન લઈ લીધું છે અને જેમાં કાશી વિશ્વનાથ મંદિરથી ગંગા સુધીનો માર્ગ સીધો જાેવા મળી રહ્યો છે. મંદિરથી ગંગા નદીના તટ સુધી જેટલી પણ અડચણો હતી તેને દૂર કરીને એક મોટું તૈયાર કરી દેવામાં આવ્યો છે જે લોકોના દર્શન માટે ખૂબ જ સુલભ બની રહેશે.સુરતમાં કાપોદ્રા ખાતે આવેલા સિદ્ધકુટીર મહાદેવ મંદિર ખાતે આજે ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રમુખ સહિત કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. કાશી વિશ્વનાથ કોરિડોરના લોકાર્પણ પ્રસંગે સિદ્ધકુટીર મહાદેવ મંદિર સહિતના મંદિરોમાં જળાભિષેક કરવામાં આવ્યો હતો. એક તરફ વડાપ્રધાન મોદી દ્વારા કાશી વિશ્વનાથ કોરિડોરનો ઉદ્‌ઘાટન કરવામાં આવ્યું હતું જેને અહીં મોટી સ્ક્રીન લગાડીને લાઈવ જાેવામાં આવી રહ્યું હતું. ભારતીય જનતા પાર્ટી દ્વારા સમગ્ર શહેરના વિવિધ શિવાલયની અંદર આ પ્રકારે સ્ક્રીન રાખીને કાશી વિશ્વનાથ કોરિડોરના લોકાર્પણના લાઈવ જાેવાનું આયોજન કરવામાં આવ્યું હતું.

Anointing-at-Siddhakutir-Mahadev-Temple-FILE.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *