Gujarat

રાજકોટ-શાપર વેરાવળ પોલીસ સ્ટેશનમાં ૧૫ વર્ષ ના નાબાલીક યુવક ને ઢોર માર મારવામાં આવેલ.

રાજકોટ-શાપર વેરાવળ પોલીસ સ્ટેશનમાં ૧૫ વર્ષ ના નાબાલીક યુવક ને ઢોર માર મારવામાં આવેલ.

રાજકોટ શહેર તા.૨૧/૭/૨૦૨૫ ના રોજ રાજકોટ શહેર શાપર-વેરાવળ બુદ્ધ નગર વિસ્તાર મા રહેતા ખુશાલ ભુપતભાઇ પરમાર ને ગત તા.૧૮/૭/૨૫ ને શુક્રવાર ના રોજ સમય સાંજે ૮ થી ૯ ના અરસામાં શાપર-વેરાવળ પોલીસ સ્ટેશનના સ્ટાફ ના પોલીસ અધિકારી દ્વારા ખોટી રીતે બાઇક ચોરી ના ખોટા આરોપ સાથે અનુસૂચિત જાતિના ૧૫ વર્ષ ના છોકરા ને ઢોર માર મારવામાં આવેલ છે આથી શાપર-વેરાવળ ની પોલીસ કાયદા ના રક્ષક નહિ ભક્ષક બની કાયદાનું ભાન ભૂલી બાળ કિશોર પર અમાનવીય વ્યવહાર કરી રહી છે તેમજ બૂટલેગરો અને અસામાજિક તત્વો સાથે સાઠ-ગાઠ રાખી લાખો રૂપિયાનો તોડ પાણી કરી છે અને આમ નાગરિકો અને મજૂર વર્ગ ની કોઈ અરજી કે ફરિયાદ લેવામાં આવતી નથી ૫ મહિનો સુધી અરજીઓ પડી રહે છે અરજીઓ કરતા ને સંભાળવામાં આવતા નથી અવાર-નવાર પોલીસ સ્ટેશનના ધક્કા ખવડાવી રહ્યા છે મહિલાઓ સાથે ગેર વ્યવહાર સાથે અશોભનીય ભાષા નો ઉપયોગ કરી ગેરવર્તન કરી રહી છે આથી શાપર-વેરાવળ ના PSI, PI તેમજ પોલીસ સ્ટાફ ને કાયદાનું ભાન કરાવવામાં આવે. અને ઉપરોકત વિષય અનુસંધાન કડક અમલવારી સાથે તમામ આરોપી પર તાત્કાલીક ફરીયાદ દાખલ કરી ફરજ પરથી તાત્કાલિક સસ્પેન્સ કરવામાં આવે અને પડિત ખુશાલ ભુપતભાઇ પરમાર અને એના પરીવાર ને યોગ્ય વળતર સાથે ન્યાય આપવામાં આવે એવી સમસ્ત અનુસૂચિત જાતિ સમાજ ની માંગ છે.

રિપોર્ટર.દિલીપ પરમાર રાજકોટ.

IMG-20250721-WA0037-1.jpg IMG-20250721-WA0038-0.jpg