Gujarat

ગુજરાત માં વધતો આમ આદમી નો વ્યાપ. સૌથી મોટી ગણાતી ભારતીય જનતા પાર્ટી નું સંગઠન લગામ વગર ના ઘોડા જેવું થઈ ગયું છે

ગુજરાત માં વધતો આમ આદમી નો વ્યાપ. સૌથી મોટી ગણાતી ભારતીય જનતા પાર્ટી નું સંગઠન લગામ વગર ના ઘોડા જેવું થઈ ગયું છે

જાગ ઉઠા મતદાર ગુજરાત ની જનતા પરિવર્તન ના મૂડ માં

ધનખડ નું રાજીનામું જેમ ઉપરાષ્ટ્રપતિ નો અંતરઆત્મા જાગી ગયો તેમ ગુજરાત ની જનતા નો પણ અંતરઆત્મા જાગી રહ્યો છે છેલ્લા ધણા સમય થી અનેક પ્રકાર ની સમસ્યા શીલ ચારિત્ર્ય સદાચાર નીતિ મતા ના પાલન માં પારોઠ ના પગલા ભરતી ભારતીય જનતા પાર્ટી આગામી વિધાનસભા ની સામાન્ય ચૂંટણી ૨૦૨૭ માં વળતા પાણી થવા એંધાણ અત્યાર થી દેખાવા લાગ્યા છે સૌથી મોટા સંગઠન ને શું ધોઈ પીવા નું ? લગામ વગર ના ઘોડા જેમ દિશા વિહિન બનેલ સંગઠને સમાજ ને સારા રસ્તા સારુ આરોગ્ય કાયદો વ્યવસ્થા ન અપાવી શકે તેને ધોઈ પીવા નું ? આટલી બધી અવ્યવસ્થા છતાં કોઈ જગ્યા એ સંગઠન ના સ્વંયમ સેવી કાર્યકરો ઓ એ રસ્તા ના ખાડા પૂર્યા ? કોઈ ઘટના દુર્ધટના ઓમા બચાવ કાર્ય માં સેવા માટે જોડાયા ? ભજન માં નહી પણ ભોજન પહેલા જેવી યુક્તિ એ ઝંડા ઉપાડવા પૂરતા ચૂંટણી લક્ષી જ સંગઠન શું કામ નું ? હવા વગર ની તો સાયકલ પણ ન ચાલે પૈસા વગર કોઈ મહેનત કરે ખરા ? પદ અને પૈસા પાછળ આંધળી દોટ મુકતા દારૂ જુગાર છેતરપીંડી જેવી પ્રવૃત્તિ માટે પાવર માં રહેવા પદ માટે પડાપડી કરતા નેતા ઓ એ વિકાસ કામો ભાગ કોન્ટ્રાક્ટ ટકાવારી મેળવ્યા એતો ઠીક પણ મનરેગા જેવી રોજગાર ગેરંટી માં ગરીબો ના હક્ક ના પૈસા ચાવ કરી જનાર નેતા ઓએ દેશ ની પ્રજા પ્રત્યે ઉદત ભાવના હોય તો મોંધવારી કાયદો વ્યવસ્થા રોડ રસ્તા ઓનાં ખાડા અકસ્માતો ના અનેક કિસ્સા ઓમા ક્યાંય સંગઠન દેખાયું ખરું ? ૧૯૯૮ પછી જન્મેલા મતદારો એવું જ માને છે પૃથ્વી પાણી માં હતી અવતારી પુરુષ આવ્યા પછી કચ્છુ અવતાર જેમ પાણી માંથી પૃથ્વી બહાર લાવ્યા તેમ બધું જ ૧૯૯૮ પછી જ થયું વારંવાર હિન્દુ મુસ્લિમ ને પાકિસ્તાન સિવાય કંઇ ખરું ? મણિપુર માટે શું કર્યું ? પુલ તૂટવા પેપર ફૂટવા આટલી બધી દુર્ઘટના પછી કડક આદેશ સિવાઈ કોઈ પરિણામ લક્ષી ખરું ઇલેટ્રોરલ બોન્ડ ના નામે અબજો નું ચૂંટણી ભંડોળ ઊભુ કરી પગારદાર. પ્રસારકો જનતા માટે ક્યાં બોલ્યા ? બોન્ડ પછી ભાવ વધારવા ની ખુલી છૂટ આપી પ્રજા ને લૂંટવા નો પીળો પરવાનો આપી દેવાયો માત્ર જાહેરાતો પાછળ અબજો નો ખર્ચ વાસ્તવ માં કામ કર્યું હોય કે વિકાસ કર્યો હોય તો પ્રચાર કરવા ની ક્યાં જરૂર છે ? લોકો ને સ્વયમ ન દેખાય ? છેલ્લા ત્રીસ વર્ષ માં બેફામ મોંધવારી માનવ જીવન ની કોઈ કિંમત નહી દિન પ્રતિદિન વધતો જતો ક્રાઈમ ધારાસભ્યો ની ખુલ્લે આમ ખરીદી વેચાણ સંઘ જેમ ખરીદી કરી વિપક્ષ ના નામે જીરો કરતી ભારતીય જનતા પાર્ટી ભારતીય છે જે નહિ જનતા ક્યાંય નથી માત્ર પાર્ટી જ છે તેવી સ્થિતિ ઊભી કરી છેલ્લા ધણા સમય થી ગુજરાત માં આમ આદમી પાર્ટી નો વધતો વ્યાપ અને સોશ્યલ મીડિયા થી અકલ્પનીય લોકો ખુલ્લી ને બેધક બોલતા થયા સરકાર દ્વારા તંત્ર નો દૂરઉપયોગ વિરોધી ઓને જેલ માં ધકેલવા ખોટી ફરિયાદો કાયદા સુસંગત ન હોય તેવી ગંભીર જોગવાઈ હેઠળ આગેવાનો માથે ગુનો ઓ દાખલ કરવા તંત્ર નો દૂર ઉપયોગ જેવી અનેક બાબતો થી ત્રસ્ત જનતા હવે જાગી ઊઠી છે વિસાવદર ની ચૂંટણી એ આગામી વિધાનસભા ની લેબોરેટરી કહી શકાય પછી જેમ કોગ્રેસ ને અત્યારે ભાવિ પેઢી ઇતિહાસ માં વાંચી રહી છે તેમ ભારતીય ભારતીય જનતા પાર્ટી ને પણ જનતા વિરોધી તરીકે વાંચશે ધર્મ ભાષા સંસ્કૃતિ જ્ઞાતી જાતિ વચ્ચે વૈમનસ્ય ભાગલા પાડો ને રાજ કરો ખોટું કેટલા કે વર્ષ ચાલે ? યથા રાજા તથા પ્રજા જેમ જેનો રાજા આટલું બધું જાહેર માં ખોટા ગબ્બરા મારે નેતા ઓને પ્રજા જ મહાન પ્રજા બનાવે સ્વયમ મહાન ન બનાય સ્વ ઘોષિત મહાન નેતા પાસે ગમે તેવું સંગઠન હોય તો પણ આદર્શ આચારસંહિતા વગર લગામ વગર ના ઘોડા જેમ બેફામ બને ગુજરાત રાજ્ય માં આપ નો વધતો વ્યાપ એ લાલબત્તી રૂપ છે વારંવાર આપ સુપ્રીમો ના આંટા ફેરા ચૈતર વસાવા પાયલ ગોટી જેવા તો અનેક બનાવો એ જનતા ની આંખ ઉઘાડવાનું કામ કર્યું કોઈ નું કાંઈ જ સાંભળવાનું જ બંધ કરી ખોટા હાકલા પડકારા સાંભળી હવે જનતા પણ વિશ્વાસ ગુમાવી બેઠી છે જનતા અત્યારે ખુદ જનતા ના જ ભરોસે છે સુરત માં વિદ્યાર્થી ઓએ રસ્તા રોકો કર્યું તો વાલી ઓ ઉપર ઉશ્કેવા ની જોગવાઈ હેઠળ ગુનો દાખલ કરાયો આજ વિદ્યાર્થી ઓને ઘણી વખત સરકારે રેલી માં ભીડ ભેગી કરવા વિવિધ યાત્રા ઓમાં જોડવા ફરજ પાડી હોય ત્યારે વાલી ઓ મુંગા રહ્યા હતા સંતાનો ને અભ્યાસ માટે મોકવામાં આવે છે કે સરકારી સિદ્ધિ ગાવા ની રેલી ઓ માટે ? અત્યારે સર્વત્ર એક જાગૃત નેતા ગોપાલ ઇટાલિયા ચૂંટાઈ આવે એટલે ઠેર ઠેર કહેવત ઉભી થઈ વિસાવદર વાળી કરો અને ખરે ખર વિપક્ષ તરીકે ટોળા નહિ પણ એકાદ ગોપાલ જેવો નેતા હોય તો સરકાર ના અભણ અને ભોટ મંત્રી ઓને જવાબ દેવા ભારે પડે એ વાત નક્કી જાગૃત છે ભણેલ છે યુથ આઈકોન છે તિવ્ર બુદ્ધિ શક્તિ તર્ક શક્તિ હાજર જવાબી જેવા બત્રીસ લક્ષણા અનેક યુવાનો આપ માં જોડાવા ઉત્સુક છે ત્યારે આગામી ૨૦૨૭ ની વિધાન સભા માં યુવાનો વધુ જોવા મળે તો નવાઈ નહિ

નટવરલાલ ભાતિયા

IMG-20250724-WA0117.jpg