Gujarat

તીર્થ ક્ષેત્રો માં સફાઈ અભિયાન ચલાવતી મિલિટરી અમદાવાદ ની બાપા સીતારામ ટ્રસ્ટ ની સોમનાથ મહાદેવ ના સાનિધ્ય સફાઈ સેવા

તીર્થ ક્ષેત્રો માં સફાઈ અભિયાન ચલાવતી મિલિટરી અમદાવાદ ની બાપા સીતારામ ટ્રસ્ટ ની સોમનાથ મહાદેવ ના સાનિધ્ય સફાઈ સેવા ———————————— સોમનાથ તીર્થ ક્ષેત્રો માં સફાઈ અભિયાન ચલાવતી અમદાવાદ ની બાપા સીતારામ ટ્રસ્ટ ની સોમનાથ મહાદેવ ના સાનિધ્ય સફાઈ સેવા સફાઈ મિલિટરી તરીકે પ્રખ્યાત બની ચૂકેલ બાપા સીતારામ સેવા ટ્રસ્ટ અમદાવાદ દ્વારા સોમનાથ મહાદેવ ના સાનિધ્ય માં મહા સ્વચ્છતા અભિયાન માં સફાઈમાં ૪૫૦ ભાઈ બહેનો જોડાયા સોમનાથ મંદિર ભાલકા તીર્થ ત્રિવેણી સંગમ ગીતામંદિર રામજી મંદિર પ્રાચી પાટણ તેમજ આજુબાજુના નાના-મોટા બધા મંદિરો સફાઈ કરવામાં આવ્યા બાપા સીતારામ ટ્રસ્ટ અમદાવાદ એટલે ગુજરાત રાજ્ય ના ધર્મસ્થાનો ની સફાઈ મિલિટરી ગણાતી સંસ્થાન નું હોલીડે એટલે રાજ્ય ના કોઈપણ પ્રસિદ્ધ દેવસ્થાન ની સફાઈ સેવા માટે પહોંચી જતી સફાઈ મિલિટરી પોતા ના સ્વખર્ચે આજે સોમનાથ મહાદેવ મંદિર તીર્થક્ષેત્ર આસપાસ કચરા પોતા ડસ્ટબીન સાવરણા સુપડા એસિડ લઈ સમાન યુનિફોર્મ માં સુસજ્જ બાપા સીતારામ ટ્રસ્ટ ના સ્વયં સેવી ઓએ મંદિર પરિસર ને ચમકાવી દેતી સફાઈ સેવા કરી
ગરીબ થી લઈ તવંગર સુધી ના યુવાનો પોતા ના પરિવાર ના જીવન નિર્વાહ માટે વેપાર ધંધો કે નોકરી કરી પરિવાર નું ગુજરાન ચલાવે છે પણ રવિવાર આવે એટલે રાજ્ય ના કોઈપણ એક ધર્મસ્થાન માં સ્વખર્ચે પહોંચી જાય છે અરણેજ બુટભવાની બગદાણા સતાધાર માતા નો મઢ ભુરખિયા હનુમાનજી સહિત દરેક ધર્મ સ્થાનો માં સ્વચ્છતા અભિયાન ચલાવી હદય સ્પર્શી અપીલ કરે છે સ્વચ્છતા ત્યાં પ્રભુતા મંદિર પરિસર માં ધર્મ સ્થાન નું ઔચિત્ય જાળવો નો સુંદર સંદેશ આપી જાય છે

રિપોર્ટ નટવરલાલ ભાતિયા

IMG-20250724-WA0118.jpg