સુરત દુધેશ્વર મહાદેવ મંદિરે પરમ પુજ્ય બ્રહ્મલીન રમેશગીરીબાપુ ની આઠ મી પુણ્યતિથિ ઉજવાય ————————– સુરત પાલનપુર પાટીયા પાસે પ્રશાંત સોસાયટીમાં આવેલ દુધેશ્વર મહાદેવ મંદિરે રવિવાર અષાઢ વદ અગિયારસ ના દિવસે પરમ પુજ્ય બ્રહ્મલીન રમેશગીરીબાપુની આઠમી પુણ્યતિથી નિમીતે પુજન,ભોજન અને ભજન નો ભવ્યાતિભવ્ય કાર્યક્રમો યોજાયેલ જેમાં ઇન્દોરથી પધારેલ મહામંડલેશ્વર છોટુગીરીબાપુ સહિત વિવિધ રાજયોમાથી મહામંડલેશ્વરો,સંતો મહંતો,સુરત દેવસ્થાન પૂજારી મંડળના મહંતો ખુબ જ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેલ,સૌ પ્રથમ પુજ્ય રમેશગીરીબાપુના પુત્રો નાગા સન્યાસી મનીષગીરીબાપુ અને હર્ષદગીરી બાપુ અને પરિવારજનો દ્વારા માતૃ પુજન કરવામાં આવેલ,ત્યારબાદ તમામ સંતો મહંતો નું પુજન કરવામાં આવેલ.આ પ્રસંગે સંતો મહંતો દ્વારા પ્રાસંગિક પ્રવચનો કરવામાં આવેલ,બપોરે એક વાગે તમામ સંતો મહંતો ને પંગતમાં ભોજન પ્રસાદ કરાવેલ,આ તીથી મહોત્સવમાં ખુબ જ મોટી સંખ્યામાં સેવક સમુદાય પણ ઉપસ્થિત રહેલ,રાત્રીના નવ કલાકે સંતવાણી યોજાયેલ
રિપોર્ટ નટવરલાલ ભાતિયા


