શાખપુર બલર પરિવારે લૌકીક પ્રથા માં વૃક્ષો નું વિતરણ કરી અનોખી પહેલ કરી ———————— દામનગર ના શાખપુર બલર પરિવાર દ્વારા સ્વર્ગસ્થ માવજીભાઈ મોહનભાઈ બલરના ઉત્તર ક્રિયા માં આવેલ તમામ મહેમાનોને તેમજ શાખપુર ગ્રામજનોને જામફળ જાંબુ આંબા જેવા વૃક્ષો આપી એક ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે જેથી આવનારા સમયમાં વધારેમાં વધારે વૃક્ષારોપણ થાય અને કુદરતી સૌંદર્ય માં વધારો થાય તેવા શુભ હેતુથી મરણ જનારા આત્માના મોક્ષ સાથે જામફળ આંબા અને જાંબુડા જેવા વૃક્ષોના રોપાનું વિતરણ કરીને આ બલર પરિવાર દ્વારા જયસુખભાઈ માવજીભાઈ બલર વિનુભાઈ માવજીભાઈ બલર લખન જયસુખભાઈ બલર દ્વારા તેમજ દરેક સમાજને એક ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે સામાજિક સંરચના માં ઉજવતા દરેક પ્રસંગો માં આવા રિવાજ બનાવાય તો પ્રકૃતિ પર્યાવરણ નું ખૂબ મોટું કાર્ય અવિતર પણે ચાલ્યા કરે તેમ શાખપુર સરપંચ જસુભાઇ ખુમાણ દ્વારા જણાવ્યું છે. રિપોર્ટ નટવરલાલ ભાતિયા


