Gujarat

મોરબીમાં રત્નેશ્વરીદેવીના વ્યાસાસને ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞનો શુભારંભ

મોરબીમાં ભવ્ય પોથીયાત્રા સાથે મોરબી જલારામ ધામ મહિલા મંડળ દ્વારા આયોજીત સર્વપિતૃ મોક્ષાર્થે શ્રીમદ્ ભાગવત્ સપ્તાહ જ્ઞાનયજ્ઞનો પ્રારંભ થયો છે.જેમાં કથાકાર રત્નેશ્વરીદેવીના વ્યાસાસને શ્રીમદ્ ભાગવત્ સપ્તાહ જ્ઞાનયજ્ઞનું અનેરૂ આયોજન કરવામાં આવ્યું છે.

વિવિધ પ્રકારની માનવસેવા પ્રદાન કરતા મોરબીના અયોધ્યાપુરી રોડ સ્થિત જલારામ ધામ ખાતે એ.સી. હોલમાં જલારામ ધામ મહિલા મંડળ દ્વારા સર્વ પિતૃ મોક્ષાર્થે શ્રીમદ્ ભાગવત્ સપ્તાહ જ્ઞાનયજ્ઞનું અનેરૂ આયોજન કરાયું છે. જેમાં વ્યાસાસને કથાકાર રત્નેશ્વરીદેવી બિરાજમાન થયા છે.

તેમના મુખે શ્રીમદ્ ભાગવત્ સપ્તાહ જ્ઞાનયજ્ઞનું રસપાન ભક્તજનોને કરાવવામાં આવી રહ્યુ છે ત્યારે ભવ્ય પોથીયાત્રા દ્વારા જલારામ ધામમાં શ્રીમદ્ ભાગવત્ સપ્તાહનો પ્રારંભ થયો છે.

સર્વપિતૃ મોક્ષાર્થે આયોજીત ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞમાં જીતેન્દ્રકુમાર જયંતિલાલ ખખ્ખર પરિવાર,મનહરભાઈ પરસોતમભાઈ કોટક પરિવાર, સોમચંદભાઈ મુળજીભાઈ ચંદારાણા પરિવાર, સ્વ.બસંતભાઈ ગંગારામભાઈ ભોજાણી પરિવાર સહિતનાં પરિવારો પોથી યજમાન તરીકે બિરાજમાન થયા હતા.