જામનગર એરપોર્ટ પર યાત્રી સેવા દિવસની વિશેષ ઉજવણી કરવામાં આવી. સવારથી શરૂ થયેલા આ કાર્યક્રમમાં હવાઈ મુસાફરોનું તિલક લગાવીને પારંપરિક સ્વાગત કરાયું હતું. યાત્રીઓના મનોરંજન માટે મનમોહક લોકનૃત્યનું પ્રદર્શન પણ કરવામાં આવ્યું હતું.
એરપોર્ટ ડાયરેક્ટર ધનંજય કુમાર સિંઘની ઉપસ્થિતિમાં વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું. આ કાર્યક્રમોમાં રક્તદાન શિબિર, નિःશુલ્ક મેડિકલ ચેકઅપ કેમ્પ અને વૃક્ષારોપણ જેવી પ્રવૃત્તિઓનો સમાવેશ થયો. વિદ્યાર્થીઓ માટે એરપોર્ટની ખાસ મુલાકાતનું પણ આયોજન કરવામાં આવ્યું હતું.

યાત્રી સેવા દિવસની ઉજવણીમાં એરપોર્ટના ઉચ્ચ અધિકારીઓએ હાજરી આપી અને યાત્રીઓ સાથે સંવાદ કર્યો હતો. આ કાર્યક્રમથી યાત્રીઓને એરપોર્ટ સેવાઓ વિશે માહિતી મળી અને તેમને વિશેષ અનુભવ પ્રાપ્ત થયો હતો.

