Gujarat

દેશના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્ર ભાઈ મોદીના 75 માં જન્મદિવસ નિમિત્તે ખાંભા તાલુકા ભાજપ પરિવાર દ્વારા ડેડાણ મુકામે ભગવાન શ્રી શ્યામસુંદરના મંદિરમાં જલાભિષેક અને સમૂહઆરતીનું આયોજન

ભારત દેશના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્ર ભાઈ મોદીના 75 માં જન્મદિવસ નિમિત્તે આજે અમરેલી જિલ્લા ભાજપની સૂચના મુજબ ખાંભા તાલુકા ભાજપ પરિવાર દ્વારા ડેડાણ મુકામે ભગવાન શ્રી શ્યામસુંદરના મંદિરમાં જલાભિષેક અને સમૂહઆરતીનું આયોજન માનનીય ધારાસભ્ય ભાઈ શ્રી હીરાભાઈ સોલંકીની પ્રેરક ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું. આ તકે તાલુકા ભાજપ પ્રમુખ આનંદભાઈ ભટ્ટ, તાલુકા ભાજપ મહામંત્રી રમેશભાઈ જાદવ, તાલુકા ભાજપ મહામંત્રી શાંતિભાઈ ઠુંમર અને જિલ્લા પંચાયતના મહિલા અને બાળ વિકાસ વિભાગના ચેરમેન અરવિંદભાઈ ચાવડા કોળી સમાજ આગેવાન બાબુદાદા મકવાણા ડેડાણ દરબાર શ્રી મહેશભાઈ કોટીલા તેમજ તાલુકા ભાજપના સંગઠનના હોદેદારો, તાલુકા પંચાયતના સદસ્યશ્રીઓ, ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ આગેવાનો, તાલુકાના સરપંચશ્રીઓ,ભારતીય જનતા પાર્ટીના પાયાના પથ્થર સમાન કાર્યકર્તાઓ ડેડાણ ગામના આગેવાનો તેમજ સહકારી આગેવાનો તેમજ વેપારી આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

રિપોર્ટર :વિક્રમ સાખટ અમરેલી