Gujarat

AMC દ્વારા સરદાર પટેલની 150મી જન્મ જયંતિની ઉજવણી

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા 31 ઓક્ટોબર, 2025 શુક્રવારના રોજ રાયપુર ચકલા ખાતે સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મ જયંતિની ઉજવણી કરવામાં આવી. આ પ્રસંગે એક સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ કાર્યક્રમમાં તૃપ્તિબેન ગઢવી અને બહાદુરભાઈ ગઢવીએ ભક્તિગીતો રજૂ કરીને શ્રોતાઓને મંત્રમુગ્ધ કર્યા હતા.

આ સાંસ્કૃતિક કાર્યક્રમમાં મેયર પ્રતિભાબેન જૈન, મહામંત્રી ભૂષણભાઈ ભટ્ટ, મ્યુનિસિપલ કાઉન્સિલર પંકજભાઈ ભટ્ટ, ઉમંગ નાયક, ગીતાબેન પરમાર અને નિકીબેન મોદી સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.

આ ઉપરાંત, ખાડિયા વોર્ડના પ્રમુખ જયેશભાઈ રામી, પૂર્વ કાઉન્સિલર જયશ્રીબેન પંડ્યા, કૃષ્ણવદન બ્રહ્મભટ્ટ, મયુરભાઈ દવે અને ડેપ્યુટી કમિશનર રમ્યભાઈ ભટ્ટે પણ કાર્યક્રમમાં હાજરી આપી ભક્તિગીતોનો આનંદ માણ્યો હતો.