‘સમાજના દુષણ દુર કરવાનો મેં સંકલ્પ લીધો છે. કોઈ દિકરો સફળ થાય પછી તેને માતા પિતાને સાથે રાખવાની શરમ આવે છે, તેને વૃદ્ધાશ્રમમાં મુકી આવે છે.
સમાજના દરેક લોકોને વિનંતી છે કે, આવો કોઈ દિકરો હોય તેને કોઈ ટ્રસ્ટમાં સ્થાન ન આપો, તેને કોઈ કાર્યક્રમની પહેલી હરોળમાં સ્થાન નહીં આપતા, આજે આ સંકલ્પ લેવાની જરૂરિયાત છે.
આવી શરૂઆત સુરતથી થશે તો સમગ્ર રાજ્યમાં આ પહેલની શરૂઆત થશે.’ ભાવનગર જિલ્લા પટેલ એજ્યુ. & મેડીકલ ટ્રસ્ટ સુરત પ્રેરીત સરદાર પટેલ ગૌરવ સમિતિ દ્વારા પ્રજા વાત્સલ્ય પ્રતિનિધિ અભિવાદન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ વાત કહી હતી.

કોરોનાકાળમાં મને કામ કરવાનો મોકો મળ્યો હતો. ત્યારે જોયું કે, વરાછા વિસ્તારમાં દાન આપવા માટે લાઈનો લાગતી હતી. દાન આપવાની વાત હોય કે પછી, પછી સ્વયંસેવકોની વાત હોય આ વિસ્તારની વાત જ અલગ છે. આ સમાજ સેવાના દરેક કામમાં આગળ હોય છે.
ગૌમાતાની હત્યા ન થાય તે દિશામાં કરી રહ્યાં છીએ. 3 દિવસ પહેલાં જ અમરેલીમાં ગૌહત્યા કરનારને આજીવન કેદની સજા અપાવવામાં આપણે સફળતાં મેળવી છે. ડ્રગ્સ સામે ગુજરાત સરકાર લડી રહી છે. ખુણે-ખુણેથી ડ્રગ્સ પકડી રહ્યા છીએ.

