National

AI સમિટમાં પ્રદર્શન નેપાળના Gen-Z આંદોલનથી પ્રેરિત : પોલીસનો દાવો

દિલ્હીમાં ભારત મંડપમમાં AI સમિટમાં હંગામો કરનાર કોંગ્રેસના ચારેય કાર્યકર્તાઓને આજે પટિયાલા કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા. પોલીસે કહ્યું કે પ્રદર્શન કરનારા નેપાળના Gen-Z આંદોલનથી પ્રેરિત હતા. આ પ્રદર્શન એક મોટા ષડયંત્રનો ભાગ હતો. હંગામા દરમિયાન ઘણા ગ્લોબલ લીડર્સ અને ટેક ઇન્ડસ્ટ્રીના નિષ્ણાતો ત્યાં હાજર હતા. પોલીસે કહ્યું કે અમારે તપાસ કરવાની છે કે આરોપીઓએ PM મોદીના ચહેરાવાળી ટી-શર્ટ પહેરી હતી, તેને કોણે પ્રિન્ટ કરાવી હતી. આ બધાના મોબાઈલ રિકવર કરવાની પણ જરૂર છે. આ પછી જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ રવિએ તમામ ચાર આરોપીઓને ૫ દિવસની પોલીસ રિમાન્ડ પર મોકલી દીધા. કોંગ્રેસની છૈં સમિટમાં હોબાળાના વિરોધમાં મ્ત્નઁ આજે દિલ્હી, મહારાષ્ટ્ર, ગુજરાત અને જમ્મુ-કાશ્મીરમાં પ્રદર્શન કરી રહી છે.

દિલ્હીમાં કોંગ્રેસ કાર્યાલયની બહાર ભાજપ યુવા મોરચાના કાર્યકરો ‘કોંગ્રેસ-રાહુલ ગાંધી=ગદ્દાર’, ‘દેશદ્રોહી રાહુલ ગાંધી માફી માંગે’નાં પોસ્ટર લઈને વિરોધ કરી રહ્યા છે. બીજી તરફ, મુંબઈના મુલુંડમાં ભાજપના કાર્યકરોએ રાહુલ ગાંધીના કાફલાને કાળા ઝંડા બતાવ્યા. તેઓ અહીંથી ભિવંડી જઈ રહ્યા હતા. ૨૦૧૪ની લોકસભા ચૂંટણીપ્રચાર દરમિયાન ઇજીજી પર કરવામાં આવેલી વિવાદાસ્પદ ટિપ્પણીના કેસમાં ભિવંડી કોર્ટમાં શનિવારે તેમની હાજરી હતી.ગુજરાતના સુરતમાં ભાજપના કાર્યકરોએ વિરોધપ્રદર્શન દરમિયાન કોંગ્રેસનું પૂતળું સળગાવ્યું. જમ્મુ-કાશ્મીરમાં પણ ભાજપના કાર્યકરોએ વિરોધ નોંધાવ્યો. જાેકે ૨૦ ફેબ્રુઆરીના રોજ દિલ્હી સ્થિત ભારત મંડપમમાં ઇન્ડિયન યૂથ કોંગ્રેસના કાર્યકરોએ શુક્રવારે છૈં સમિટ ૨૦૨૬માં ભારત-અમેરિકા ટ્રેડ ડીલ વિરુદ્ધ પ્રદર્શન કર્યું. પ્રદર્શનના ઘણા વીડિયો પણ સામે આવ્યા છે. એમાં ૧૫-૨૦ કાર્યકરો હાથમાં સફેદ રંગની ટી-શર્ટ લઈને ઊભા છે. ટી-શર્ટ પર ઁસ્ મોદી અને અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પનો ફોટો લાગેલો છે. એના પર લખેલું છે- ઁસ્ ઇઝ કોમ્પ્રોમાઇઝ્ડ.