ગુજરાત સરકારના મહિલા અને બાળ વિકાસ વિભાગની સૂચનાઓ અનુસાર, ગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજના (WFA) ના લાભાર્થીઓને તેમની સહાય સીધી તેમના ખાતામાં મળી રહે તે માટે આધાર આધારિત ખાતા હોવા અનિવાર્ય છે. આ પ્રક્રિયા તાત્કાલિક અને સમયબદ્ધ રીતે પૂર્ણ કરવી જરૂરી છે, જેથી સહાય વિલંબ વિના મળી શકે.
આ અનુસંધાને, જામનગર તેમજ દેવભૂમિ દ્વારકા જિલ્લાની દરેક પોસ્ટ ઓફિસ ખાતે 26 થી 28 ફેબ્રુઆરી, 2026 સુધી આધાર સાથે જોડાયેલા ખાતા ખોલવા માટે “મેગા કેમ્પ”નું આયોજન કરવામાં આવ્યું છે. જામનગર ડિવિઝનના પોસ્ટ વિભાગ દ્વારા તમામ ગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજનાના લાભાર્થીઓને આ સેવાઓનો અચૂક લાભ લેવા અને તેમના ખાતા ખોલાવવા અનુરોધ કરવામાં આવ્યો છે.

