લોકસભા અધ્યક્ષ ઓમ બિરલાએ સાંસદ પૂનમબેન માડમની ‘કઝાકિસ્તાન’ સાથેના સંસદીય મિત્રતા જૂથના ગ્રુપ લીડર તરીકે નિમણૂક કરી છે. આ નિમણૂકનો મુખ્ય હેતુ ભારત અને કઝાકિસ્તાન વચ્ચેના રાજદ્વારી અને સંસદીય સંબંધોને વધુ મજબૂત બનાવવાનો છે. લોકસભાના અધ્યક્ષ ઓમ બિરલા દ્વારા ભારત અને વિશ્વના વિવિધ દેશો વચ્ચેના સંબંધો સુધારવા માટે ‘સંસદીય મિત્રતા જૂથો’ (Parliamentary Friendship Groups) ની રચના કરવામાં આવી છે.
આ જૂથો રાજદ્વારી સ્તરે સહયોગ વધારવામાં મદદરૂપ થશે. આ જૂથોમાં, પૂનમબેન માડમને ખાસ કરીને કઝાકિસ્તાન સાથેના સંસદીય મિત્રતા જૂથના ગ્રુપ લીડરની જવાબદારી સોંપવામાં આવી છે. તેઓ ભારત અને કઝાકિસ્તાન વચ્ચેના સંબંધોને નવી ઊંચાઈઓ પર લઈ જવા માટે કાર્ય કરશે.

