Gujarat

લાલપુરમાં 10 વર્ષના બાળકને કોલેરા, વિસ્તાર રોગગ્રસ્ત જાહેર

લાલપુર શહેરમાં 10 વર્ષના બાળકને કોલેરા પોઝિટિવ આવતા આરોગ્ય વિભાગમાં દોડધામ મચી ગઈ છે. આ ઘટના બાદ શહેરના ખોજા મસ્જિદ વિસ્તારને કોલેરાગ્રસ્ત જાહેર કરવામાં આવ્યો છે.

જામનગર જિલ્લા મેજિસ્ટ્રેટે આ અંગે જાહેરનામું બહાર પાડ્યું છે. જાહેરનામા મુજબ, ખોજા મસ્જિદ વિસ્તારને કોલેરા રોગગ્રસ્ત અને તેની આસપાસના 2 કિલોમીટરના વિસ્તારને કોલેરા ભયગ્રસ્ત જાહેર કરાયો છે મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી, જામનગરની દરખાસ્તના આધારે, કોલેરાનો ફેલાવો અટકાવવા અને તાત્કાલિક પગલાં લેવા માટે 1897ની કલમ 3 હેઠળ આ નિર્ણય લેવાયો છે.

આરોગ્ય વિભાગની ટીમો દ્વારા પીવાના પાણીની પાઇપલાઇનમાં લીકેજ અથવા ગટરનું ગંદુ પાણી ભળ્યું છે કે કેમ તેની તપાસ શરૂ કરવામાં આવી છે. ઉપરાંત, લોકોના ઘરે ઘરે જઈને આરોગ્ય તપાસણી અને દવા વિતરણ પણ કરવામાં આવી રહ્યું છે.