આમ આદમી પાર્ટી (AAP) ના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલે બુધવારે ગોવાના બેનૌલિમમાં વિદ્યાર્થીઓ માટે એક અત્યાધુનિક ઈ-લાઇબ્રેરીનું ઉદ્ઘાટન કર્યું. શિક્ષણ ક્ષેત્રમાં ટેકનોલોજીકલ ક્રાંતિ લાવવાના ઉદ્દેશ્યથી આ આધુનિક સુવિધા શરૂ કરવામાં આવી છે. નવી શરૂ કરાયેલી ઈ-ડિજિટલ લાઇબ્રેરી ૧૦,૦૦૦ થી વધુ ડિજિટલ પુસ્તકોની ઍક્સેસ પ્રદાન કરે છે અને JEE, NEET અને CLAT જેવી સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે સમર્પિત તૈયારી સહાય પૂરી પાડે છે. આ પહેલમાં ટકાઉ શિક્ષણ પ્રથાઓને પ્રોત્સાહન આપવાના હેતુથી ગ્રીન સ્કૂલ ઘટકોનો પણ સમાવેશ થાય છે.
૪,૫૦૦ વિદ્યાર્થીઓ ઈ-ડિજિટલ લાઇબ્રેરીનો ભાગ બનશે
ઉદઘાટન પ્રસંગે બોલતા, કેજરીવાલે કહ્યું કે બેનૌલિમ મતવિસ્તારના વર્તમાન ધારાસભ્ય વેંજી વિગાસ દ્વારા આયોજિત કાર્યક્રમનો ભાગ બનવું એ સન્માનની વાત છે. “મને આ ઈ-ડિજિટલ લાઇબ્રેરીના ઉદ્ઘાટનનો ભાગ બનવાનો ખૂબ આનંદ છે. આ પહેલથી અહીંના નાના બાળકો અને ઘણી શાળાઓના વિદ્યાર્થીઓને ફાયદો થશે,” તેમણે કહ્યું.
કેજરીવાલે જાહેર કર્યું કે બેનૌલિમની પાંચ શાળાઓએ આ પ્રોજેક્ટ માટે નોંધણી કરાવી લીધી છે. “ખૂબ જ ટૂંક સમયમાં, મતવિસ્તારની તમામ આઠ શાળાઓનો સમાવેશ કરવામાં આવશે, અને લગભગ ૪,૫૦૦ વિદ્યાર્થીઓ આ ઈ-ડિજિટલ લાઇબ્રેરી કાર્યક્રમનો ભાગ બનશે,” તેમણે ઉમેર્યું.
શિક્ષણના વધતા ખર્ચ પર પ્રકાશ પાડતા, છછઁ નેતાએ કહ્યું કે પુસ્તકો ખરીદવાનું ફક્ત આર્થિક રીતે નબળા વર્ગો માટે જ નહીં પરંતુ મધ્યમ વર્ગના પરિવારો માટે પણ મુશ્કેલ બન્યું છે. “મૂળભૂત શાળાના પાઠ્યપુસ્તકો પણ મોંઘા થઈ રહ્યા છે. આ ઈ-ડિજિટલ લાઇબ્રેરી ફક્ત અભ્યાસક્રમ આધારિત સામગ્રી જ નહીં પરંતુ ધોરણ ૧ થી ૧૦ સુધીના તમામ દ્ગઝ્રઈઇ્ પુસ્તકો, ૧૦,૦૦૦ થી વધુ વધારાના સંદર્ભ અને બિન-અભ્યાસક્રમ પુસ્તકો પ્રદાન કરીને તે પડકારનો સામનો કરે છે,” તેમણે કહ્યું.
આ પહેલથી પ્રદેશના વિદ્યાર્થીઓ માટે ગુણવત્તાયુક્ત અભ્યાસ સામગ્રીની પહોંચમાં નોંધપાત્ર સુધારો થવાની અને ગોવામાં ડિજિટલ શિક્ષણ માળખાને મજબૂત બનાવવાની અપેક્ષા છે.

