૧૦૮ ગ્રામ પંચાયતની ચુંટણીના પૈકી મોડી રાત્ર સુધીમાં ૪૮ ગ્રામ પંચાયતની મતગણતરી પૂર્ણ થઇ…
ઉના અને ગીરગઢડા તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં ગ્રામ પંચાયતોની ચુંટણીના મતગણત્રી વહેલી સવારથી ઉના શાહ એચડી હાઇસ્કુલ તેમજ ગીરગઢડા સરસ્વતી સ્કુલ ખાતે શરૂ કરાયેલ હતી. અને મોટી સંખ્યામં સરપંચના ઉમેદવારો તેમજ વોર્ડના સભ્ય તથા તેમના ટેકેદારો સાથે ઉમટી પડેલા અને મોડી સાંજ સુધીમાં ગીરગઢડા તાલુકાની ૪૨ ગ્રામ પંચાયત માંથી ૨૫ ગ્રામ પંચાયતોના પરીણામો જાહેર થયેલા જેમાં ઉના તાલુકાની ૬૬ ગ્રામ્ પંચાયતો માંથી ૨૩ ગ્રામ પંચાયતના પરીણામ જાહેર થયા છે. જેમાંથી અનેક ગ્રામ પંચાયતોમાં ભારે અફસેટ સર્જાતા પરીણામો આવતા ભાજપ કોંગ્રેસના ટેકેદારોમાં ક્યાક ખુશી તો ક્યાકગમ જોવા મળેલ છે. અને જીલ્લા પંચાયતના ચુંટાયેલા સભ્યના ગામમાં પણ પોતાના ટેકેદારોની પેનેલો સરપંચ તરીકે ચુંટાઇ નહીં આવતા અનેક ચર્ચાઓ ટોપઓફધી ટાઉન બની ગયેલ છે.
સામાન્ય રીતે ગ્રામ પંચાયતોમાં કોઇપણ રાજકીય પાર્ટીના સિમ્બોલ પર ચુંટણી યોજાતી નથી. પરંતુ તેના ટેકેદારો આ ચુંટણી કરતા હોય છે. જેમાં ઘણીજ પંચાયતના પરીણામો પર નજર કરવામાં આવે તો ઉનાના સીમર, કેસરીયા, માણેકપુર, ધોકડવા, જામવાડા, જીલ્લા પંચાયતના સભ્યના ગામોમાં પોતાના ટેકેદારોનો પરાજય થયેલ છે. ત્યાર સુધીમાં પરીણામો પર નજર કરવામાં આવેતો કંસારી સરપંચ પદ ભાવનાબેન રામજીભાઇ દાંગોદરા, કેસરીયા શાંતુબેન બચુભાઇ શિગોડ, તડમાં ટપુભાઇ જીવાભાઇ પરમાર, જાખરવાડા જાહીબેન રામાભાઇ ચારણીયા, ભડીયાર-સુનિતાબેન નિલેશભાઇ ડાંગોદરા, ડમાશા-મીનાબેન હરેશભાઇ સોલંકસ, નાલીયા માંડવી- નશીમાબેન રફીકભાઇ સુમરા, ખત્રીવાડા-જીતેન્દ્રભાઇ કાળુભાઇ શિયાળ, નાઠેજ-અજાયબેન મનુભાઇ સોસા, પાતાપુર-અરુણાબેન અશોકભાઇ છોડવડીયા, ઉમેજ-હામાભાઇ જાલમભાઇ કુદાવાળા, માણેકપુર-ભાવુબેન લાખાભાઇ રાઠોડ, ગાંગડા-ગજરાબા નાનુભા ગોહીલ, ચિખલી-રાજીબેન ભગવાનભાઇ કામળીયા, રાંતડ- ભીમજીભાઇ ભીખાભાઇ સાંખટ, ખજુદ્રા-શાંતુબેન મધુભાઇ રાઠોડ, સીમર-નાજાભાઇ પીઠાભાઇ સાંખટ, ઓલવાણ-મોહનભાઇ બાબુભાઇ દમણીયા, કાણાપાણ-મનિષાબેન મહેશભાઇ મજેઠીયા, મોટાડેસર-દક્ષાબેન ભરતભાઇ શિંગડ, એલમપુર-બબીબેન જેશાભાઇ બાંભણીયા, ગુંદાળા-જેનમબેન સુલેમાનભાઇ મધરા, નવાબંદર-સમજુબેન સોમવારભાઇ મજેઠીયા સરપંચ પદે ચુંટાઇ આવેલ છે. જ્યારે ગીરગઢડા તાલુકાના કાકીડીમોલી-ચંપાબેન મુરજીભાઇ બારૈયા, ઇંટવાયા-દયાબેન કનુભાઇ ગરથરીયા, કોદીયા-લાભુબેન બચુભાઇ મકવાણા, જામવાળા-વિલાશબેન પ્રદિપભાઇ સોલંકી, થોરડી-કાનજીભાઇ ભીખાભાઇ વેકરીયા, ધોકડવા- રેખાબેન એભલભાઇ બાંભણીયા, ઉંદરી- મેણશીભાઇ દેવશીભાઇ પરમાર, આંકોલાલી- ભાયાભાઇ રામશીભાઇ વાજા, મોતીસર- મંજુબેન સોમાતભાઇ પરમાર, ચિખલકુબા- હંસાબેન ગોબરભાઇ ચાવડા, નિતલી- ગભરૂભાઇ નાગજીભાઇ વેકરીયા, નાળીયેલીમોલી- નિતીનભાઇ મધુભાઇ ડોબરીયા, પાણખાણ- જેન્તીભાઇ મૂળજીભાઇ ગોંડલીયા, પીછવા પીછવી- કાનાભાઇ નારણભાઇ જેઠવા, અંબાડા-લખમણભાઇ ભુપતભાઇ કાતરીયા, મોટાસમઢીયા-દડુભાઇ સુખાભાઇ વણજર, બંધાળા-રેખાબેન જયેશભાઇ દુધાત, મોટીમોલી-વિઠલભાઇ વશરામભાઇ બરવાળીયા, કરેણી-મણીબેન બિજલભાઇ શિયાળ, કાણકીયા- દેવીબેન કાળાભાઇ વાળા, ફાટસર-ગુલાબબેન કનુભાઇ જસાણી, સનવાવ-ગીગાભાઇ બીજલભાઇ ચાવડા, ઘ્રાંબાવડ- સવીતાબેન મંગાભાઇ સરવૈયા, ભીયાળ-વાલજીભાઇ કરશનભાઇ મકવાણા, બોડીદર-બાજુબેન ભોજાભાઇ મોડાસીયાને સરપંચ પદે ચુંટાયેલા જાહેર કરેલ છે. ઉપરોકત સરપંચોની પેનલોના સભ્યોને પણ ચુંટાયેલા જાહેર કરેલા હતા. આમ સવારથી શરૂ થયેલ મતગણતરી કેન્દ્ર પર સાંજ સુધી ૪૮ ગ્રામ પંચાયતોના પરીણામો જાહેર થતા ચુંટાયેલા સરપંચ સભ્યો અને તેના ટેકેદારોમાં હર્ષની લાગણી ફેલાયેલ છે. આ લખાયેલ છે ત્યારે હજુ ઘણા મોટા ગામોની મતગણતરી કાઉટીંગ ચાલુ હોય અને મોડી રાત સુધી આ ગણતરી પછી પરીણામો બાકી રહેલી ગ્રામ પંચાયતની ચુંટણી જાહેર થશે…
બોક્ષ્ – જીલ્લા પંચાયતના સભ્યના ટેકેદારો હાર્યા…
સીમર, કેસરીયા, ધોકડવા, જામવાળા ગ્રામ પંચાયતમાં જીલ્લા પંચાયતના સભ્યના ટેકેદારો હાર્યા. અને તાલુકા પંચાયતના પ્રમુખના ગામની પંચાચતમાં પણ તેમના ટેકેદારોના પરાજય થયેલ છે. તેમજ ભારે રસાકસી સમગ્ર તાલુકામાં સર્જાયેલ છે. તેવી દેલવાડા ગ્રામ પંચાયતની ચુંટણીમાં સાસુ-વહુ વચ્ચે ચુંટણી જંગ મંડાયેલ છે. તેમાં વર્તમાન સરપંચ વિજયભાઇ બાંભણીયાના પત્નિની પેનલ આગળ હોવાનું જાણવા મળેલ છે. આમ આ ચુંટણી અનેક અફસેટ સર્જતા યુવાવર્ગમાં ઉત્સાહનો વાતાવરણ જોવા મળેલ છે. મહીલાઓ પણ મોટી સંખ્યામાં ચુંટણી પરીણામ જાણવા ફુલોનાહાર સાથે ગ્રામઉન્ડમાં ઉમટી પડી તેમના માનીતા ઉમેદવારો ચુંટાઇને બહાર નિકળે તેની આતુરતા પુર્વક રાહ જોઇ રહ્યા હતા.


