Delhi

ભારતે પ્રલય મિસાઈલનું સફળ પરિક્ષણ કર્યું

નવીદિલ્હી
આ મિસાઈલનો ઉલ્લેખ ડીઆરડીઓએ વર્ષ ૨૦૧૫માં કર્યો હતો. તેણે પોતાના વાર્ષિક અહેવાલમાં જણાવ્યું હતું કે આ બેલેસ્ટિક મિસાઈલ એક પ્રલય છે, જે ચીનની બેલેસ્ટિક મિસાઈલોનો સામનો કરવામાં સંપૂર્ણ રીતે સક્ષમ છે. આ મિસાઈલની ખાસિયત એ છે કે તેને જમીનની સાથે સાથે કન્સટરમાંથી પણ ફાયર કરી શકાય છે. મિસાઈલને એવી રીતે ડિઝાઈન કરવામાં આવી છે કે તે અન્ય શોર્ટ રેન્જ મિસાઈલ કરતાં ઘણી વધુ ઘાતક છે. તે પોતાના લક્ષ્યાંક ઉપર સચોટ રીતે ત્રાટકવાની સાથે તેને નષ્ટ કરવાની ક્ષમતા ધરાવે છે. પ્રલય મિસાઈલની બીજી વિશેષતા એ છે કે તે અત્યાધુનિક સાધનોથી સજ્જ છે. જે સમયની સૌથી મોટી માંગ છે. હાલમાં જ ચીન અને પાકિસ્તાન જેવા દેશોએ અનેક પ્રકારની મિસાઈલોનું પરીક્ષણ કર્યું છે. પરંતુ આ દેશો ભારતના મિસાઈલ કાર્યક્રમનો પણ વિરોધ કરે છે. આવી સ્થિતિમાં ભારત માટે તેનો મિસાઈલ કાર્યક્રમ મજબૂત રીતે વધારવો જરૂરી બની જાય છે. જેથી દુશ્મનના કોઈપણ પ્રકારના ખતરાનો સામનો કરવા માટે પોતાની જાતને તૈયાર રાખી શકે. રક્ષા મંત્રી રાજનાથ સિંહે આ સફળતા માટે ડ્ઢઇર્ડ્ઢં અને તેની સાથે જાેડાયેલી ટીમને અભિનંદન પાઠવ્યા છે. તેમણે ટિ્‌વટ કર્યું, ‘ડીઆરડીઓ અને સંબંધિત ટીમોને પ્રથમ ડેવલપમેન્ટ ફ્લાઈટ ટ્રાયલ માટે અભિનંદન. જમીનથી જમીન પર માર કરતી અર્ધ-બેલિસ્ટિક મિસાઈલના ઝડપી વિકાસ અને સફળ પ્રક્ષેપણ માટે હું તેમની પ્રશંસા કરું છું. આ એક મહત્વપૂર્ણ સીમાચિહ્ન છે, જે આજે હાંસલ કરવામાં આવ્યું છે.ભારતે બુધવારે સપાટીથી સપાટી પર પ્રહાર કરતી બેલિસ્ટિક મિસાઈલ ‘પ્રાયલ’નું સફળતાપૂર્વક પરીક્ષણ કર્યું. આ મિસાઈલ ૧૫૦ થી ૫૦૦ કિમી સુધીના લક્ષ્યને નિશાન બનાવી શકે છે. ડીઆરડીઓના અધિકારીઓએ આ માહિતી આપી છે. આ પરીક્ષણ ઓડિશાના દરિયાકાંઠે કરવામાં આવ્યું છે. ડિફેન્સ રિસર્ચ ડેવલપમેન્ટ ઓર્ગેનાઈઝેશન દ્વારા વિકસિત સોલિડ-ફ્યુઅલ બેટલફિલ્ડ મિસાઈલ ભારતીય બેલિસ્ટિક મિસાઈલ પ્રોગ્રામના પૃથ્વી ડિફેન્સ વ્હીકલ પર આધારિત છે. એપીજે અબ્દુલ કલામ દ્વીપ પરથી સવારે ૧૦.૩૦ વાગ્યે છોડવામાં આવેલી આ મિસાઈલે મિશનના તમામ હેતુને પૂરા કરી દીધા છે. તેમણે કહ્યું કે ટ્રેકિંગ સાધનોની બેટરી દરિયાકિનારે તેના પ્રક્ષેપણ પર નજર રાખે છે. પ્રલય એ ૫૦૦-૧,૦૦૦ કિગ્રાની પેલોડ ક્ષમતા સાથે ટૂંકી રેન્જની સપાટીથી સપાટી પર ત્રાટકતી મિસાઇલ છે. જેના કારણે તે યુદ્ધના મેદાનમાં દુશ્મનનો ખાત્મો બોલાવવામાં ખૂબ જ ઉપયોગી સાબિત થઈ શકે છે.

Pralay-Missile.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *