નાસિકની મલ્ટીનેશનલ IT કંપનીમાં હિન્દુ મહિલા કર્મચારીઓનું યૌન શોષણ, ઓફિસમાં બળજબરીથી નમાઝ પઢાવવા, હિન્દુ દેવી-દેવતાઓનું અપમાન અને ધર્મ પરિવર્તન માટે દબાણ કરવાનો મામલો સામે આવ્યો છે. પોલીસે આ મામલે મુસ્લિમ ટીમ લીડર્સ અને ૐઇ મેનેજર સહિત ૭ લોકોની ધરપકડ કરી છે. શુક્રવારે હિન્દુ સંગઠનના કાર્યકર્તાઓએ કંપની કેમ્પસમાં ઘૂસીને હોબાળો કર્યો હતો. મહારાષ્ટ્ર સરકારે મામલાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને તપાસ માટે જીૈં્ની રચના કરી છે. મહારાષ્ટ્રના મંત્રી નિતેશ રાણેએ કહ્યું- આ કોર્પોરેટ જેહાદ છે. પોલીસ તપાસમાં માસ્ટરમાઇન્ડ અને તેમને ભંડોળ કોણ આપી રહ્યું છે તે સામે આવશે.મહિલા કર્મચારીઓએ કંપનીના ૐઇ મેનેજરને છેલ્લા ચાર વર્ષ દરમિયાન આ અંગે ફરિયાદ કરી હતી, પરંતુ ૐઇ એ ફરિયાદને અવગણી હતી.
આ મામલો ત્યારે સામે આવ્યો જ્યારે કેટલીક મહિલા કર્મચારીઓના પહેરવેશમાં ફેરફાર જાેવા મળ્યો. તેમણે રમઝાનમાં રોજા રાખ્યા. તેમની જૂની આદતો અને પરંપરાઓ છોડી દીધી. તેમની જીવનશૈલી બદલી નાખી અને સહેલીઓથી પણ અંતર બનાવી લીધું. તેમનો વ્યવહાર પણ બદલાઈ ગયો. શરૂઆતમાં પીડિત યુવતીઓ ડર અને સમાજના દબાણને કારણે ચૂપ હતી, પરંતુ બાદમાં ૯ યુવતી અને એક યુવકે પોલીસમાં ફરિયાદ કરી, ત્યારે આ મામલો સામે આવ્યો. જાે કોઈ યુવતી કામ પર ન આવતી, તો આરોપી તેના ઘરવાળાઓનો સંપર્ક કરવાનો પ્રયાસ કરતા હતા. આ મામલામાં કંપનીના કેટલાક મોટા પદો પર કામ કરી રહેલા કર્મચારીઓના પણ નામ સામે આવ્યા છે.પોલીસ સૂત્રોનું કહેવું છે કે ત્યાં આઠ યુવતી અને એક પુરુષ કર્મચારીને ઇસ્લામ ધર્મ અપનાવવા માટે મજબૂર કરવામાં આવ્યા. બધાએ આરોપ લગાવ્યો છે કે તેમને ગૌમાંસ ખાવા અને ઓફિસમાં નમાઝ પઢવા માટે મજબૂર કરવામાં આવ્યા. તેમના પોતાના ધાર્મિક પ્રતીકોનું અપમાન કરવામાં આવ્યું.પકડાયેલા લોકોમાં છ ટીમ લીડર્સ આસિફ અન્સારી, શફી શેખ, શાહરૂખ કુરેશી, રઝા મેમણ, તૌસીફ અત્તાર અને દાનિશ શેખનો સમાવેશ થાય છે. કંપનીના ૐઇ મેનેજર અશ્વિની છનાનીની પણ ધરપકડ કરવામાં આવી છે. આ તમામ પર પીડિત યુવતીઓને ચૂપ રહેવા ધમકાવવાનો આરોપ છે.
તપાસમાં જાણવા મળ્યું કે કેટલાક લોકો કંપનીમાં પોતાના પદનો ખોટો ફાયદો ઉઠાવી રહ્યા હતા. તેઓ નોકરી માટે આવેલી યુવતીઓને પહેલા વિશ્વાસમાં લેતા હતા. તેમને પ્રમોશન અને મોટી તકોની લાલચ આપવામાં આવતી હતી.પછી તેમને “વીકએન્ડ ટ્રિપ”ના નામે બહાર લઈ જતા હતા, જ્યાં તેમની સાથે ગેરવર્તણૂક કરવામાં આવતી હતી અને તેમના પર દબાણ કરવામાં આવતું હતું.આ મામલે પુરાવા એકઠા કરવા મુશ્કેલ હતા. મહિલા પોલીસકર્મીઓએ વેશ બદલીને કંપનીમાં કામ કર્યું અને આરોપીઓ પર નજર રાખી. તેમણે તેમના વર્તન અને યુવતીઓ સાથે વાત કરવાની રીતના પુરાવા એકઠા કર્યા.પોલીસે ૪૦ સ્થળોએ સીસીટીવી કેમેરા તપાસ્યા. આમાં આરોપીઓ દ્વારા યુવતીઓને હેરાન કરવાના, ખોટી રીતે સ્પર્શ કરવાના અને અશ્લીલ કૃત્યો કરવાની ઘટના સામે આવી. પોલીસે પીડિતો સાથે વાત કરી અને તેમનો વિશ્વાસ મેળવ્યો, જેનાથી તેઓ આગળ આવીને રિપોર્ટ કરી શક્યા. એક પીડિતાએ કહ્યું કે તે કંપનીમાં સકારાત્મક વાતાવરણની અપેક્ષા રાખતી હતી, પરંતુ તેના કામ કરતાં, તેના ધર્મ અને માન્યતાઓ પર વધુ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું. તેણે કહ્યું કે એક ટીમ લીડર તેની સાથે અયોગ્ય અને અશ્લીલ વર્તન કર્યું. મહારાષ્ટ્રના મંત્રી નિતેશ રાણેએ કહ્યું- આ કોર્પોરેટ જેહાદ છે. પોલીસ તપાસમાં માસ્ટરમાઇન્ડ અને તેમને ભંડોળ કોણ આપી રહ્યું છે તે સામે આવશે. રાજ્યના જળ સંસાધન મંત્રી ગિરીશ મહાજને કહ્યું, નાસિકમાં બીજી એક ઘટના પ્રકાશમાં આવી છે. ટાટા કંપનીની ઓફિસમાં ધર્મ પરિવર્તનનો ગંભીર મુદ્દો સામે આવ્યો છે, જ્યાં પુરુષો અને મહિલા બંને કામ કરે છે. છોકરીઓને ત્યાં નોકરીના વચન આપીને લાલચ આપવામાં આવી રહી છે.

