સાબરમતી રિવરફ્રન્ટ પર ચાલુ વર્ષે જાન્યુઆરી મહિનામાં ઇન્ટરનેશનલ ફ્લાવર શો યોજાવાનો છે. ફ્લાવર શોમાં પ્રવેશ માટેના ટિકિટના દર નક્કી કરવામાં આવ્યા છે. 12 વર્ષથી ઉપરના મુલાકાતીઓ માટે સોમવારથી શુક્રવાર દરમિયાન રૂ.100 અને શનિવાર તથા રવિવારે રૂ.120 ટિકિટ રાખવાનો નિર્ણય રીક્રિએશન કમિટી દ્વારા લેવામાં આવ્યો છે. ગત વર્ષ કરતાં 20 રૂપિયા વધુ ભાવ રાખવામાં આવ્યો છે.
દેશ-વિદેશના પ્રવાસીઓ સહિત લોકોના આકર્ષણનું કેન્દ્ર બનેલો ફ્લાવર શો દર વર્ષે જાન્યુઆરી મહિનામાં આયોજિત કરવામાં આવતો હોય છે. ચાલુ વર્ષે ફ્લાવર શો માટે ટિકિટના દર નક્કી કરવામાં આવ્યા છે. રીક્રીએશન કમિટી ચેરમેન જીતેન્દ્ર ખરચરિયાએ જણાવ્યું હતું કે ફ્લાવર શોમાં પ્રવેશ મેળવવા માટે મ્યુનિસિપલ કમિશનર દ્વારા સૂચવવામાં આવેલા ટિકિટના ભાવમાં ઘટાડો કરવામાં આવ્યો છે.
શનિવારે અને રવિવારે ખૂબ વધારે ભીડ રહેતી હોવાથી ₹120 ની ટિકિટ નો ભાવ રાખવામાં આવ્યો છે. ફ્લાવર શો ની ટિકિટની સાથે નાગરિકો અટલબિજ ઉપર પણ જઈ શકશે તેના માટે અલગથી ટિકિટ લેવાની જરૂર નથી. આજે ભાવ મંજૂર કરવાની દરખાસ્ત રીક્રીએશન કમિટીમાં મંજૂરી આપવામાં આવી છે.
ગત વર્ષે એટલે કે 2026માં ફ્લાવર શોની સામાન્ય ટિકિટ સોમવારથી શુક્રવાર દરમિયાન રૂ.80 અને શનિવાર-રવિવાર તથા જાહેર રજાના દિવસે રૂ.100 રાખવામાં આવી હતી. જ્યારે 2025માં આ દર અનુક્રમે રૂ.70 અને રૂ.100 હતા. ચાલુ વર્ષે ગત વર્ષ કરતાં આ વર્ષે ભાવ વધુ રાખવામાં આવ્યો છે.

