Gujarat

રાજકોટ આમ્રપાલી પાસે રહેણાંક મકાનમાં થયેલ ઘરફોડ ચોરીના આરોપીને પકડી પાડતી ક્રાઇમ બ્રાન્ચ.

રાજકોટ આમ્રપાલી પાસે રહેણાંક મકાનમાં થયેલ ઘરફોડ ચોરીના આરોપીને પકડી પાડતી ક્રાઇમ બ્રાન્ચ.

રાજકોટ શહેર વિસ્તારમાં થયેલ વાહન ચોરી, ઘરફોડ ચોરી, ચીલઝડપ, લુંટ વિગેરે અન-ડીટેકટ ગુન્હાઓ શોધી કાઢવા સુચના કરેલ હોય જે અન્વયે ક્રાઇમ બ્રાન્ચ P.I એમ.આર.ગોંડલીયા તથા એમ.એલ.ડામોર તથા સી.એચ.જાદવ ના માર્ગદર્શન હેઠળ ડી.સી.બી. પોલીસ સ્ટેશનના વી.ડી.ડોડીયા ની ટીમના પોલીસ સ્ટાફ રાજકોટ શહેર વિસ્તારમાં પેટ્રોલીંગમા હતા દરમ્યાન અમીતકુમાર અગ્રાવત, જયરાજભાઈ કોટીલા, ધારાભાઈ વાનરીયા નાઓને મળેલ સંયુક્ત હકીકત આધારે આજથી 20 દિવસ પહેલા રાજકોટ આમ્રપાલી પાસે, ચુડાસમા પ્લોટ મે.રોડ ઉપર આવેલ રહેણાંક મકાનમાંથી ચોરીમાં ગયેલ મુદ્દામાલ સાથે આરોપીને રાજકોટ જામનગર રોડ, પથીકા શ્રમ પાસેથી પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે. બચુભાઈ ઉર્ફે જાડો રામુભાઈ ચાડમીયા જાતે-દેવીપુજક ઉ.૫૦ રહે.કાલાવડ રણુજા ચોકડી‌ કાલાવડ જી.જામનગર ચાંદીના દાગીના કુલ કિં.12,700 નો મુદ્દામાલ કબ્જે કરેલ હોય.

રિપોર્ટર.દિલીપ પરમાર રાજકોટ.

IMG-20260506-WA0000.jpg