નેશનલ ક્રાઇમ રેકોર્ડ બ્યુરો (NCRB) 2024 મુજબ અમદાવાદમાં ત્રણ વર્ષની સરખામણીએ કુલ કેસોની સંખ્યામાં ઘટાડો થયો છે. 2022માં 53845 કેસ, 2023માં 53311 અને 2024માં 4061 કેસના ઘટાડા સાથે 49250 કેસ નોંધાયા હતા.
મહિલાઓ વિરૂદ્ધના ગુનાઓમાં ચાર્જશીટ ફાઇલ કરવામાં દર 89.7 ટકા રહ્યો છે. અમદાવાદનો આંક બેંગલુરુ 70.5%, દિલ્હી 73.6%, હૈદરાબાદ 76.3%, મુંબઈ 81.4%, સુરત 83.0% કરતા આગળ છે. 487 મહિલા સામે ચાર્જશીટ દાખલ થઈ છે.
ખરાબ ડ્રાઇવિંગના શહેરમાં 73 ટકા કેસો વધ્યા છે. સાથે મહિલાઓના કેસમાં 64 કેસમાં સજા થઈ છે, રોડ અકસ્માતમાં 2022 અને 2023ની તુલનાએ 20 ટકાનો ઘટાડો, 392 અકસ્માતમાં 666 લોકોએ મોત થયા છે.
અમદાવાદની 5 હકારાત્મક બાબતો
- કુલ ગુનાખોરીમાં ઘટાડો: કોગ્નિઝેબલ ગુનાઓ 2022માં 53845થી ઘટીને 2024માં 49250 થઈ ગયા છે.
- મહિલા સુરક્ષામાં સુધારો: મહિલાઓ વિરુદ્ધ થતા ગુનાઓમાં વર્ષ 2022માં 1452 કેસો હતા, જે 2024માં ઘટીને 159 થયા છે.
- માર્ગ અકસ્માતમાં મૃત્યુદરમાં ઘટાડો: 2023માં 832 હતી, તે 2024માં ઘટીને 666 પર આવી ગઈ છે.
- હિટ એન્ડ રનના કિસ્સા શૂન્ય: 2023માં હિટ એન્ડ રનના 53 કિસ્સાઓ હતા, જે 2024માં ઘટીને શૂન્ય નોંધાયા છે.
- મ્યુનિ., નાગરિક સંસ્થાઓની બેદરકારીથી શૂન્ય મૃત્યુ: બેંગલુરુની સરખામણીએ અમદાવાદમાં એક પણ મૃત્યુ નથી.

