Gujarat

રાજકોટ રેન્જ ટીમે રાજય સેવકની ખોટી ઓળખ ઉભી કરી ફોટા, આઇકાર્ડ જેવા બનાવટી દસ્તાવેજો બનાવી સોશ્યલ મિડીયામાં શેર કરતા એક ઇસમને પકડી પાડ્યો

રાજકોટ રેન્જ ટીમે રાજય સેવકની ખોટી ઓળખ ઉભી કરી ફોટા, આઇકાર્ડ જેવા બનાવટી દસ્તાવેજો બનાવી સોશ્યલ મિડીયામાં શેર કરતા એક ઇસમને પકડી પાડ્યો.

રાજકોટ રેન્જ હસ્તકના જિલ્લાઓમાં ગેરકાયદેસર પ્રવૃતિ ઉપર અંકુશ મેળવવા તથા આમ નાગરિકોને લુંટી લેવા યેનકેન પ્રકારની પ્રવૃતિ આચરતા ઇસમો ઉપર સોશ્યલ મિડીયા તેમજ હ્યુમન સોર્સથી માહિતી મેળવી કાયદેસર કડક કાર્યવાહી કરવા સુચના આપેલ હોય જે અન્વયે રાજકોટ રેન્જના પોલીસ ઇન્સપેક્ટર અપૂર્વ પટેલ નાઓના માર્ગદર્શન મુજબ રેન્જના પોલીસ સ્ટાફના માણસો દ્વારા મળેલ માહિતી આધારે સુરેન્દ્રનગર જીલ્લાના સાયલા ખાતેથી પોલીસ વિભાગના DYSP કક્ષાના ઉચ્ચ અધિકારી તરીકેની ખોટી ઓળખ ઉભી કરી સાયબર ક્રાઇમ જેવા ગુના આચરી આમ નાગરિકો સાથે છેંતરપીંડી કરનાર આરોપી સોહીલખાન બિસ્મીલાખાન પઠાણ ઉ.૩૧ રહે.સાયલા લાલજી મહારાજની જગ્યા પાસે નવાગઢ જી.સુરેન્દ્રનગર વાળાને સાયલા-સુદામડા ચોકડી, પુલ નીચેથી પકડી પાડી આગળની કાયદેસરની કાર્યવાહી થવા સારૂ સાયલા પોલીસ સ્ટેશન ખાતે સોંપી આપેલ છે.

રિપોર્ટર.દિલીપ પરમાર રાજકોટ.

IMG-20260524-WA0010.jpg