Gujarat

સુરત જિલ્લામાં અઠવાડિયામાં યોજાયા 33 જનકલ્યાણ કેમ્પ

છેવાડાના અને વંચિત નાગરિકો સુધી સરકારી યોજનાઓના લાભ સીધા પહોંચાડવાના આશયથી સુરત જિલ્લામાં એક ભવ્ય જનકલ્યાણ અભિયાન ચલાવવામાં આવ્યું હતું.

“પ્રધાનમંત્રી જનજાતિ આદિવાસી ન્યાય મહાઅભિયાન – પીએમ જનમન’ (PM-JANMAN) અંતર્ગત ગત તા.18 મેથી તા.25 મે દરમિયાન સુરત જિલ્લાના તમામ તાલુકાઓના 33 ગામોમાં ‘જનજાતિ ગરિમા ઉત્સવ-2026’ હેઠળ જનભાગીદારી કેમ્પનું આયોજન કરાયું હતું.

આ કેમ્પમાં સ્થાનિક ધારાસભ્યો અને પંચાયતના પદાધિકારીઓની ઉપસ્થિતિમાં હજારો આદિજાતિ અને આદિમજૂથના લોકોએ ઘરઆંગણે જ વિવિધ સરકારી યોજનાઓના લાભો મેળવ્યા હતા.

આ જ અભિયાનના ભાગરૂપે સુરત જિલ્લાના ઉમરપાડા તાલુકાના ઉચવાણ ગામે ખાસ આદિજાતિ વસવાટ ધરાવતા વિસ્તારમાં પીએમ-જનમન તથા ‘ધરતી આબા જનજાતિય ગ્રામ ઉત્કર્ષ અભિયાન’ હેઠળ વિશેષ જનભાગીદારી કેમ્પ યોજાયો હતો. જ્યાં આદિવાસી પરિવારોએ હાજર રહી વિવિધ યોજનાકીય લાભો સ્થળ પર જ મેળવ્યા હતા.

કઈ યોજનામાં કેટલા લાભાર્થીઓએ લાભ લીધો? , આધારકાર્ડ | 1713 લાભાર્થી , આયુષ્માન ભારત કાર્ડ | 1771 લાભાર્થી , પેન્શન યોજના | 1041 લાભાર્થી રેશનકાર્ડ સંબંધિત કામગીરી: 920 લાભાર્થી , પીએમ કિસાન સન્માન નિધિ | 814 લાભાર્થી જાતિના પ્રમાણપત્રો: 595 લાભાર્થી , મનરેગા યોજના | 598 લાભાર્થી , પોષણ અભિયાન | 598 લાભાર્થી , પીએમ ગરીબ કલ્યાણ યોજના | 509 લાભાર્થી , પીએમ જનધન યોજના (એકાઉન્ટ) | 333 લાભાર્થી સુકન્યા , સમૃદ્ધિ યોજના | 126 લાભાર્થી ડોમેસિલ (રહેવાસી) સર્ટિફિકેટ: 107 લાભાર્થી , કિસાન ક્રેડિટ કાર્ડ (KCC) | 61 લાભાર્થી , મિશન ધનુષ (રસીકરણ) | 51 લાભાર્થી , મુદ્રા લોન યોજના | 30 લાભાર્થી