Gujarat

ફર્નિચર સહિતના સામાનની તોડફોડ કરીને મંદિરમાથી ચોરી કરી

ગાંધીનગરના શેરથા ગામમાં આવેલા એક મકાનમાં મકાનના અગાઉના માલિકે આતંક મચાવ્યાનો કિસ્સો સામે આવ્યો છે. બેંક દ્વારા હરાજીમાં ખરીદવામાં આવેલા મકાનમાં અગાઉના માલિકે ગેરકાયદેસર પ્રવેશ કરી તોડફોડ કરી મંદિરમાંથી 5100 રૂપિયા ચોરી લેતાં અડાલજ પોલીસ મથકે ફરિયાદ નોંધવામાં આવી છે.

બેંકના હપ્તા ન ભરતા બેંકે મકાન સીઝ કરી હરાજી કરી ગાંધીનગરના સેકટર 12 ખાતે રહેતા કૃણાલ કૃષ્ણકાંત ઠાકર પ્રોપર્ટી લે-વેચનો ધંધો કરે છે. તેમણે માર્ચ 2026માં શેરથા ગામની ગ્રામ પંચાયતની મિલકત નં. 785 ધરાવતું મકાન હરાજીમાં ખરીદ્યું હતું. આ મકાન અગાઉ ભરતભાઈ ભીખાભાઈ સુથારનું હતું. જેણે બેંકના હપ્તા ન ભરતા બેંકે મકાન સીઝ કરી હરાજી કરી હતી.

ફર્નિચર સહિતના સામાનનો કચ્ચરઘાણ અને મંદિરમાથી ચોરી બાદમાં કૃણાલે કાયદેસરના દસ્તાવેજો સાથે મકાનનો કબજો મેળવ્યો હતો. ગઈકાલે સાંજે જ્યારે તેઓ મકાન પર ગયા ત્યારે તેમને ઘરની હાલત જોઈને ચોંકી ઉઠ્યા હતા.

ઘરમાં રહેલું તમામ ફર્નિચર, રાચરચીલું, રસોડાનું પ્લેટફોર્મ અને સીડીના ભાગોને તોડી પાડવામાં આવ્યા હતાં. ઉપરાંત મંદિરમાં પૂજા વિધિ માટે મુકવામાં આવેલા 5100 રૂપિયા પણ ચોરી થઈ ગયા હોવાનું બહાર આવ્યું હતું.