National

પ્રખ્યાત ઉદ્યોગપતિ અનિલ અગ્રવાલની મુશ્કેલીઓમાં વધુ વધારો

દેશમાં મોટા કદના ઉદ્યોગપતિ અનિલ અગ્રવાલના વેદાંતા ગ્રુપ પર ED ના દરોડા પડ્યા છે. ED મુંબઈમાં ૩થી ૪ સ્થળોએ દરોડા પાડી રહી છે. વેદાંતા ગ્રુપ પર FEMA કાયદા હેઠળ કાર્યવાહી કરીને દરોડા પાડવાની શરૂઆત કરવામાં આવી છે. આ દરોડા ફોરેન એક્સચેન્જ મેનેજમેન્ટ એક્ટના ઉલ્લંઘનના સંદર્ભમાં કરવામાં આવ્યા છે. તપાસના ભાગ રૂપે સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવી રહ્યું છે. હજુ સુધી વધુ વિગતો સામે આવી નથી. આ અંગે કંપની દ્વારા કોઈ સત્તાવાર નિવેદન આપવામાં આવ્યું નથી.

FEMA કેસ એટલે શું?

જ્યારે કોઈ વ્યક્તિ કે કંપની વિદેશી વિનિમય વ્યવસ્થાપન વ્યવહારો સંબંધિત નિયમોનું ઉલ્લંઘન કરે છે ત્યારે હ્લઈસ્છ હેઠળ કાર્યવાહી કરવામાં આવે છે. આ હેઠળ, ગેરકાયદેસર રેમિટન્સ, વિદેશમાં સંપત્તિના ગેરકાયદેસર સંપાદન અને વિદેશી રોકાણ નિયમોનું પાલન ન કરવા સામે કાર્યવાહી કરવામાં આવે છે.

ઉલ્લેખનીય છે કે, વેદાંતા ગ્રુપ અગાઉ પણ તપાસ એજન્સીઓના રડાર પર હતું. કંપની પહેલી વાર ૨૦૦૪માં વિદેશી હૂંડિયામણ ઉલ્લંઘન કેસમાં તપાસ એજન્સીઓની તપાસ હેઠળ આવી હતી. ૨૦૦૪માં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે સ્ટારલાઇટ ઇન્ડસ્ટ્રીઝ અને તેના ત્રણ પ્રમોટરોને હ્લઈઇછ અને હ્લઈસ્છ નિયમોનું ઉલ્લંઘન કરવા બદલ દોષિત ઠેરવ્યા હતા. કંપનીના ડિરેક્ટરોને દંડ ફટકારવામાં આવ્યો હતો.

વેદાંતા વિશે વાત કરીએ તો, આ કંપની ભારતનું સૌથી મોટું એલ્યુમિનિયમ ઉત્પાદક છે. તે ભારતના ઝીંક ઉત્પાદનમાં આશરે ૮૧% હિસ્સો ધરાવે છે. કંપની કેઇર્ન ઇન્ડિયાની (ઝ્રટ્ઠૈહિ ૈંહઙ્ઘૈટ્ઠ) મદદથી ક્રૂડ ઓઇલનું પણ ઉત્પાદન કરે છે. વેદાંતા ગ્રુપે આગામી કેટલાક વર્ષોમાં ભારતમાં લગભગ ૨ લાખ કરોડ રૂપિયાનું રોકાણ કરવાની યોજના બનાવી છે.

તેમજ વેદાંતા ગ્રુપ ભારતમાં મહત્વપૂર્ણ અને અગ્રણી બહુરાષ્ટ્રીય કંપની છે. તે કુદરતી સંસાધનો અને ખાણકામ ક્ષેત્રમાં કાર્યરત છે. આ કંપનીની સ્થાપના ૧૯૭૬માં થઈ હતી. આ કંપની ધાતુઓ, ખનિજાે, ઊર્જા અને તેલ અને ગેસના વ્યવસાય ક્ષેત્રમાં કામ કરે છે. આ કંપનીનો મુખ્ય વ્યવસાય ખાણકામ અને કુદરતી સંસાધનોનું ઉત્પાદન છે. વેદાંતા ઝીંક, એલ્યુમિનિયમ, તાંબુ, લોખંડ, સ્ટીલ, તેલ અને કુદરતી ગેસના ઉત્પાદનમાં મુખ્ય ભૂમિકા ભજવે છે. આ કંપનીનું કાર્ય દેશ અને વિદેશ બંનેમાં છે.