લાલપુર શહેરમાં તાલુકા ભાજપ પરિવારે વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી કરી હતી. આ પ્રસંગે આઈ.ટી.આઈ. ખાતે વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય પર્યાવરણ સંરક્ષણ અને વૃક્ષોના મહત્વ વિશે જાગૃતિ લાવવાનો હતો. ઉપસ્થિત મહાનુભાવો અને કાર્યકરોએ વધુ વૃક્ષો વાવવા અને પર્યાવરણને સ્વચ્છ રાખવાનો સંદેશ આપ્યો હતો.

આ પ્રસંગે તાલુકા ભાજપ પ્રમુખ રમેશભાઈ ગાગીયા, જિલ્લા પંચાયત સદસ્ય તુષારભાઈ માકડિયા, લાલપુર સરપંચ જયેશભાઈ તેરૈયા, જિલ્લા ભાજપ મંત્રી રામલાલ વરાણિયા, માર્કેટ યાર્ડ ચેરમેન કાનાભાઈ આંબલીયા, તાલુકા પંચાયત સભ્ય કિશનભાઈ જસાણી, તાલુકા ભાજપ મહામંત્રી હિટલરભાઈ રોકડ, તાલુકા પંચાયત પૂર્વ સભ્ય રમેશભાઈ ગમારા, આરીફભાઈ શેખ, નારણભાઈ આઈ.ડી. તથા ગ્રામ પંચાયત સભ્ય રાજુડાભી સહિતના કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.

