Gujarat

ચોમાસામાં શિક્ષકો હેડક્વાર્ટર નહીં છોડી શકે

રાજ્યમાં ચોમાસાની સિઝનને ધ્યાનમાં રાખીને વિદ્યાર્થીઓની સુરક્ષાને સર્વોચ્ચ પ્રાથમિકતા આપતાં શિક્ષણ વિભાગે રાજ્યની તમામ પ્રાથમિક શાળાઓ અને હોસ્ટેલ માટે 32 મુદ્દાની વિગતવાર સેફ્ટી ગાઈડલાઇન જાહેર કરી છે.

આ ગાઈડલાઇનમાં ચોમાસા દરમિયાન મુખ્ય શિક્ષક અને શિક્ષકોને પૂર્વ મંજૂરી વિના હેડક્વાર્ટર ન છોડવા સ્પષ્ટ સૂચના આપવામાં આવી છે, જેથી કોઈપણ આપત્તિ કે ઇમરજન્સી સમયે તાત્કાલિક કામગીરી કરી શકાય.

ઉપરાંત શાળા પરિસર, ઇમારત, વીજ વ્યવસ્થા, પાણીની ટાંકી, બાંધકામ, ફાયર સેફ્ટી અને ડિઝાસ્ટર મેનેજમેન્ટ સહિતના તમામ મુદ્દાઓ પર જરૂરી કાર્યવાહી કરવાનો આદેશ આપવામાં આવ્યો છે.

શિક્ષણ વિભાગની 32 મુદ્દાની સેફ્ટી ગાઈડલાઇન

1. છત/ધાબા પરના વોટર સ્પાઉટ ચોમાસા પહેલાં અને દરમિયાન નિયમિત સાફ કરાવવા. 2. છત ઉપર રહેલું જૂનું ફર્નિચર અથવા અન્ય સામાન યોગ્ય જગ્યાએ ખસેડવો. 3. શાળા મેદાનમાં જોખમી અથવા પડવાની શક્યતા ધરાવતા વૃક્ષો/ડાળીઓ દૂર કરવી. 4. ખુલ્લા ઇલેક્ટ્રિક વાયર, અર્થિંગની ખામી વગેરેનું તાત્કાલિક સમારકામ કરાવી ISI માર્કવાળા ઉપકરણો જ વાપરવા. 5. ચોમાસા દરમિયાન મુખ્ય શિક્ષક અને શિક્ષકો પૂર્વ મંજૂરી વિના હેડક્વાર્ટર ન છોડે. 6. શાળા મેદાન કે બિલ્ડિંગમાં પાણી ભરાય નહીં તેની વ્યવસ્થા કરવી. 7. અગત્યના રેકોર્ડ અને ફાઇલો સુરક્ષિત સ્થળે રાખવા. 8. ઇમરજન્સી કિટ, ફર્સ્ટ એઇડ બોક્સ, ટોર્ચ, દવાઓ વગેરે તૈયાર રાખવા. 9. જર્જરિત રૂમોમાં બાળકોને ન બેસાડવા અને ચેતવણી બોર્ડ લગાવવા. 10. જર્જરિત ઓરડા, ટોયલેટ, સેપ્ટિક ટેન્ક, ખાળકૂવા વગેરેની આસપાસ બેરિકેડિંગ કરવું. 11. અતિવૃષ્ટિ સમયે શાળા આશ્રયસ્થાન તરીકે ઉપયોગી બની શકે તેની તૈયારી રાખવી. 12. ભારે વરસાદમાં બાળકોને રજા આપવાનો નિર્ણય વિવેકપૂર્વક લઈ વાલીઓ સાથે સંકલન કરવું. 13. ફાયર સેફ્ટીની વ્યવસ્થા અને તાલીમની ખાતરી કરવી. 14. અંડરગ્રાઉન્ડ વોટર ટેન્કની આસપાસ ફેન્સિંગ અને ઢાંકણની વ્યવસ્થા કરવી. 15. રેઇન વોટર હાર્વેસ્ટિંગ સિસ્ટમ, પાણીના ટાંકા, સેપ્ટિક ટેન્ક વગેરે પાસે બાળકો ન જાય તેની તકેદારી રાખવી. 16. પાણીની ટાંકી લોકવાળી રાખવી તથા મચ્છરજન્ય ઉપદ્રવ અટકાવવાના પગલાં લેવા. 17. શાળા બહાર મુખ્ય માર્ગ હોય તો સ્પીડ બ્રેકર અને શાળા સૂચક બોર્ડ લગાવવા. 18. બાંધકામ દરમિયાન આસપાસના રહેવાસીઓને તકલીફ ન પડે તેની કાળજી રાખવી. 19. બાંધકામથી શાળાના અન્ય માળખાં, વિદ્યાર્થીઓ અથવા કર્મચારીઓને નુકસાન ન થાય તેની તકેદારી રાખવી. 20. ચાલુ શાળામાં બાંધકામ હોય તો બેરિકેડિંગ કરી બાળકોને દૂર રાખવા. 21. કામ ચાલતું હોય તે સ્થળે ફેન્સિંગ/બેરિકેડિંગ રાખવું. 22. બાંધકામ સામગ્રી વ્યવસ્થિત રીતે અલગ જગ્યાએ રાખવી. 23. બાંધકામ સ્થળે ચેતવણી સૂચક બોર્ડ લગાવવા. 24. પાણીની મોટર અને વીજ મીટરના વાયરો સુરક્ષિત રીતે ગોઠવવા. 25. MCB/ELCB અને અર્થિંગ કાર્યરત છે તેની ચકાસણી કરવી તથા ખુલ્લા વાયર ન રહે તેની ખાતરી કરવી.