કચ્છ જિલ્લામાં ગુરુવારે માત્ર મિનિટના સમયગાળામાં ૨ ભૂકંપના આંચકા અનુભવાયા. આ ભૂકંપની કેન્દ્ર કચ્છના ધોળાવીરાથી ૩૨ કિલોમીટર પશ્ચિમ-ઉત્તર-પશ્ચિમમાં હોવાની વિગત સામે આવી છે.
રિક્ટર સ્કેલ પર પ્રથમ ભૂકંપની તીવ્રતા ૩.૬ નોઁધવામાં આવી જ્યારે બીજાે આંચકો ૩.૨ની તીવ્રતાનું હોવાનું જાણવા મળ્યું છે. જાેકે, બંને આંચકાની તીવ્રતા વધુ ન હોવાને કારણે કોઈ જાનહાનિ થવાના અહેવાલ નથી પરંતુ લોકોએ કંપનનો અનુભવ કર્યો. મણિપુર રાજ્યના વિષ્ણુપુરમાં પણ ૩.૬ની તીવ્રતાના ભૂકંપનો અનુભવ થયો છે. જાેકે, ત્યાં પણ કોઈ જાનહાનિના અહેવાલ નથી.
પહેલા ભૂકંપનું કેન્દ્ર ખાવડાના ઉત્તરપૂર્વમાં આશરે ૩૨ કિલોમીટર દૂર હતું. બીજા ભૂકંપનું કેન્દ્ર ધોળાવીરાના પશ્ચિમ-ઉત્તરપશ્ચિમમાં આશરે ૩૨ કિલોમીટર દૂર નોંધાયું હતું. બંને ભૂકંપની તીવ્રતા પ્રમાણમાં ઓછી હતી, પરંતુ લોકોએ સ્પષ્ટપણે અનુભવ્યા હતા.
અહેવાલો અનુસાર, બંને ભૂકંપને કારણે જાનમાલના નુકસાનના કોઈ અહેવાલ નથી. કોઈ ઇમારતને નુકસાન થયું નથી. સ્થાનિક વહીવટીતંત્ર અને આપત્તિ વ્યવસ્થાપન વિભાગ પરિસ્થિતિ પર નજર રાખી રહ્યા છે.
ગુજરાતમાં કચ્છને ભારતના સૌથી વધુ ભૂકંપગ્રસ્ત વિસ્તારોમાંનો એક ગણવામાં આવે છે. આ વિસ્તાર ભૂકંપ ઝોન ૫માં આવે છે, જેને દેશમાં સૌથી વધુ ભૂકંપગ્રસ્ત પ્રદેશ માનવામાં આવે છે. અહીં સમયાંતરે હળવાથી મધ્યમ તીવ્રતાના ભૂકંપ આવે છે.

