National

૩,૦૦૦ લીટર ડીઝલનો વપરાશ માત્ર પાણીની વરાળથી બદલાયો: ભારતની હાઇડ્રોજન ટ્રેનની વાર્તા

ભારતની પ્રથમ હાઇડ્રોજન ટ્રેનને દિલ્હી નજીકના વિસ્તારમાં ૧૭ જુલાઈ, ૨૦૨૬ ના રોજ જીંદ અને સોનીપત વચ્ચે લીલી ઝંડી બતાવીને રવાના કરવામાં આવી હતી. અત્યાર સુધીમાં, આ ટ્રેને ૩૨૦૦ લીટરથી વધુ ડીઝલના વપરાશની બચત કરીને ૧૨૦૦ કિલોમીટરથી વધુનું અંતર સીમલેસ રીતે કાપ્યું છે.

હાઇડ્રોજન ટ્રેન હાઇડ્રોજન અને ઓક્સિજન વચ્ચેની રાસાયણિક પ્રક્રિયા દ્વારા ઓનબોર્ડ વીજળી ઉત્પન્ન કરે છે. આ પ્રક્રિયા ટ્રેનને શક્તિ આપવા માટે વીજળી ઉત્પન્ન કરે છે જ્યારે બાય-પ્રોડક્ટ તરીકે માત્ર પાણીની વરાળ ઉત્સર્જિત કરે છે. તેમાં કોઈ ધુમાડો નથી, અને કોઈ ટેલપાઈપ કાર્બન ઉત્સર્જન નથી, જે તેને હાલમાં ઉપલબ્ધ રેલ પ્રોપલ્શનનું સૌથી સ્વચ્છ સ્વરૂપ બનાવે છે.

આ પ્રોજેક્ટ ભારતીય રેલ્વેની આગેવાની હેઠળનો એક સ્વદેશી પ્રયાસ છે. ૧૦-કોચ ધરાવતી આ ટ્રેનમાં બે હાઇડ્રોજન ડ્રાઇવિંગ પાવર કાર છે જે કુલ ૨,૪૦૦ ાઉ પાવર આપે છે, જેને લિથિયમ આયર્ન ફોસ્ફેટ બેટરી અને હાઇડ્રોજન સિલિન્ડરો દ્વારા સપોર્ટ આપવામાં આવે છે.

જીંદ ખાતે રેલવેની પ્રથમ સમર્પિત હાઇડ્રોજન સ્ટોરેજ સુવિધા ઉભી કરીને, આશરે ૩,૦૦૦ ાખ્તની કુલ સ્ટોરેજ ક્ષમતા સાથે, ૫૦૦ હ્વટ્ઠિ સુધીના દબાણે ગ્રીન હાઇડ્રોજન સંગ્રહિત કરવામાં આવે છે અને ૩૫૦ હ્વટ્ઠિ પર ડિસ્પેન્સ કરવામાં આવે છે.

બહુવિધ સ્વતંત્ર સુરક્ષા સિસ્ટમો લીકેજ, ગરમી, જ્વાળાઓ અને ધુમાડાને શોધી કાઢે છે, જેને ઓટોમેટિક શટ-ઓફ સિસ્ટમ્સ, સતત વેન્ટિલેશન, આંતરરાષ્ટ્રીય ધોરણો અને તમામ ફરજિયાત વેલિડેશન દ્વારા સપોર્ટ આપવામાં આવે છે. જીંદ અને સોનીપત વચ્ચેના સફળ સંચાલન બાદ, ટૂંક સમયમાં દિલ્હી રૂટ પર ટ્રાયલ શરૂ થશે.

ભારતની હાઇડ્રોજન ફ્યુઅલ સેલ ટ્રેન એ ટેકનોલોજીકલ સિદ્ધિ કરતાં પણ વિશેષ છે. તે એક સ્વદેશી હાઇડ્રોજન રેલ ઇકોસિસ્ટમ સ્થાપિત કરે છે અને ટકાઉ, શૂન્ય-ઉત્સર્જન રેલ ગતિશીલતા પ્રત્યે ભારતની પ્રતિબદ્ધતા દર્શાવે છે, જે ભવિષ્યના વિસ્તરણ અને સ્વચ્છ પરિવહનમાં વૈશ્વિક નેતૃત્વનો માર્ગ મોકળો કરે છે.