દેશભરના લાખો ખેડૂતો માટે સારા સમાચાર એ છે કે, કેન્દ્રીય મંત્રીમંડળે શુક્રવારે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ (PM-KISAN) યોજનાને આગામી પાંચ વર્ષ માટે ૨૦૩૦-૩૧ નાણાકીય વર્ષ સુધી લંબાવવાની મંજૂરી આપી છે, જેનો ખર્ચ ૩,૧૫,૬૧૪ કરોડ રૂપિયા છે. આ યોજના હવે નાણાકીય વર્ષ ૨૦૨૬-૨૭ થી ૨૦૩૦-૩૧ સુધી અમલમાં રહેશે. મીડિયાને માહિતી આપતા, માહિતી અને પ્રસારણ મંત્રી અશ્વિની વૈષ્ણવે જણાવ્યું હતું કે કેબિનેટે આ યોજના માટે ૩.૧૫ લાખ કરોડ રૂપિયાથી વધુનું બજેટ પ્રસ્તાવિત કર્યું છે, જેથી લાયક ખેડૂતોને પહેલાની જેમ નાણાકીય સહાય મળતી રહે.
પીએમ કિસાન યોજના હેઠળ, પાત્ર ખેડૂત પરિવારોને વાર્ષિક ૬,૦૦૦ રૂપિયાની નાણાકીય સહાય મળે છે. આ રકમ ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર (ડ્ઢમ્) દ્વારા ૨,૦૦૦ રૂપિયાના ત્રણ સમાન હપ્તામાં ખેડૂતોના બેંક ખાતામાં સીધી ટ્રાન્સફર કરવામાં આવે છે. હપ્તાઓ પાક ચક્ર અનુસાર સમયસર ચૂકવવામાં આવે છે, જે વાવણી અને પાકની તૈયારી દરમિયાન સમયસર નાણાકીય સહાય સુનિશ્ચિત કરે છે.
દરમિયાન, કેબિનેટે ‘સમુદ્ર મંથન‘ – રાષ્ટ્રીય ઓફશોર એક્સપ્લોરેશન યોજનાને પણ મંજૂરી આપી છે, જેનો નાણાકીય વર્ષ ૨૦૩૦-૩૧ સુધી અમલીકરણ માટે ૮૪,૦૮૪ કરોડ રૂપિયાનો ખર્ચ થશે.
ખેતી માટે સમયસર સહાય
સરકારના જણાવ્યા અનુસાર, આ યોજનાના હપ્તા એવા સમયે જારી કરવામાં આવે છે જ્યારે ખેડૂતોને બીજ, ખાતર, જંતુનાશકો અને અન્ય કૃષિ ઇનપુટ્સ ખરીદવા માટે ભંડોળની સૌથી વધુ જરૂર હોય છે. આનાથી ખેડૂતોની રોકડની તંગી અને ઊંચા વ્યાજ દરે ઉધાર લેવાની જરૂરિયાત ઓછી થાય છે.
નાના ખેડૂતોને સૌથી વધુ લાભ મળશે
સરકાર જણાવે છે કે આ યોજનાના મોટાભાગના લાભાર્થી નાના અને સીમાંત ખેડૂતો છે. આજની તારીખમાં, પીએમ કિસાન યોજનાના ૨૩ હપ્તાઓ દ્વારા ૪.૪૭ લાખ કરોડ રૂપિયાથી વધુ સીધા ખેડૂતોના ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવ્યા છે. નીતિ આયોગના મૂલ્યાંકન મુજબ, આ યોજનાથી ઘણા ખેડૂતોની આવકમાં વધારો થયો છે અને અનૌપચારિક લોન પર તેમની ર્નિભરતા ઓછી થઈ છે. પીએમ કિસાન યોજનાને વધુ પાંચ વર્ષ માટે લંબાવવાના ર્નિણયને ખેડૂતો માટે મોટી રાહત તરીકે જાેવામાં આવી રહી છે.
પીએમ મોદીએ ૨૩મો પીએમ-કિસાન હપ્તો રજૂ કર્યો
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પશ્ચિમ બંગાળના હુગલી જિલ્લામાં પાત્ર ખેડૂતો માટે પીએમ-કિસાન યોજનાનો ૨૩મો હપ્તો રજૂ કર્યો. આ કાર્યક્રમનું આયોજન ભારત સરકારના કૃષિ મંત્રાલય દ્વારા પશ્ચિમ બંગાળ સરકારના સમર્થનથી કરવામાં આવ્યું હતું.

