પોરબંદરના દેવ કડછાએ રાજ્ય કક્ષાની કરાટે સ્પર્ધામાં નોંધપાત્ર સિદ્ધિ મેળવી પોરબંદર જિલ્લાનું ગૌરવ વધાર્યું છે. તેઓ પોરબંદર તાલુકા પંચાયતના સદસ્ય શ્રીમતી નિશાબેન ભરતભાઈ કડછાના સુપુત્ર છે. તેમની આ સિદ્ધિ બદલ રાજ્યના શ્રમ અને રોજગાર મંત્રી તથા પોરબંદર જિલ્લાના પ્રભારી મંત્રી કુંવરજીભાઈ બાવળિયા અને રાજ્યના વન અને પર્યાવરણ મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયાના હસ્તે દેવ કડછાનું સન્માન કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે બંને મંત્રીઓએ દેવ કડછાને અભિનંદન પાઠવ્યા હતા. તેમણે ભવિષ્યમાં રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે વધુ સફળતા પ્રાપ્ત કરી પોરબંદર અને ગુજરાતનું ગૌરવ વધારવા શુભેચ્છાઓ આપી હતી. આ સન્માન સમારોહમાં જિલ્લા પંચાયત પ્રમુખ શીતલબેન ઓડેદરા પણ ઉપસ્થિત રહ્યા હતા. તેમણે પણ દેવ કડછાને કરાટે ક્ષેત્રે પ્રાપ્ત સિદ્ધિ બદલ અભિનંદન પાઠવ્યા હતા.

