રાજકોટમાં વિદેશીદારૂના ગુન્હામાંઓ પકડાયેલ 2 ઇસમોને પાસા અટકાયત કરતી ક્રાઇમ બ્રાન્ચ.
રાજકોટ શહેર વિસ્તારમાં પ્રોહીબીશનની ગેરકાયદેસર પ્રવૃતી સદંતર નેસ્ત નાબુદ કરવા અને અસરકારક કામગીરી કરવા તેમજ ગેરકાયદેસર પ્રવૃતી કરતા ઇસમો વિરૂધ્ધ અટકાયતી પગલા પાસા/હદપારી કરવા સુચના કરેલ જે અન્વયે ક્રાઇમ બ્રાન્ચ દ્વારા પાસા દરખાસ્ત તૈયાર કરીને મોકલવામાં આવેલ, પોલીસ કમિશનર દ્રારા મંજુર કરવામાં આવતા ઇસમને પકડી પાસા વોરંટની બજવણી કરી અલગ અલગ જેલ ખાતે મોકલી આપવા તજવીજ કરવામાં આવેલ છે. (૧) ભરત પીઠુભાઈ ધાધલ જાતે.કાઠી દરબાર ઉ.૨૭ રહે.ભલગામ તા-વાંકાનેર જી-મોરબી (સાબરમતી જેલ અમદાવાદ) (૨) વિજયભાઇ જેઠુરભાઈ ખાચર જાતે-કાઠી દરબાર ઉ.૩૪ રહે-થાનગઢ નવાગામ રોડ ઝાલાવડ પોટરીની પાછળ તા.થાનગઢ જી.સુરેન્દ્રનગર (જીલ્લા જેલ વડોદરા).
રિપોર્ટર.દિલીપ પરમાર રાજકોટ.

