Gujarat

અમદાવાદના નવ શખસ સાથે કેરીના રિસોર્ટનો મેનેજર 2.87 લાખ રોકડ સાથે ઝડપાયો

તાલાલા નજીક આવેલા કેરીના રિસોર્ટમાં ચાલતા જુગારધામ પર દરોડો પાડ્યો હતો. આ દરોડામાં અમદાવાદના નવ શખ્સો અને રિસોર્ટ મેનેજર સહિત કુલ દસ આરોપીને રૂ. 2.87 લાખની રોકડ સાથે ઝડપી પાડવામાં આવ્યા હતા. બાતમી મુજબ, ભોજદે ગામની સીમમાં આવેલા કેરીના રિસોર્ટના મેનેજર બહારથી માણસો બોલાવી ગેરકાયદેસર રીતે જુગારની પ્રવૃત્તિ ચલાવતા હતા.

ઝડપાયેલા આરોપીઓમાં તૃષ વિષ્ણુભાઈ પટેલ, સુરેશભાઈ મોહનભાઈ પટેલ, મયુરભાઈ વાડીભાઈ પટેલ, કેનીત રાજેશકુમાર આચાર્ય, રોનક લાલાભાઈ પંચાલ, તેજશ અંબાલાલ પટેલ, મનિષભાઈ રતીભાઈ પટેલ, ભાવિન રાજેશભાઈ પટેલ, દર્શન રસિકભાઈ પટેલ (તમામ અમદાવાદના રહેવાસી) અને રિસોર્ટ મેનેજર વિમેશ લાલજીભાઈ વાઢેર (ઉના, નવાબંદર)નો સમાવેશ થાય છે.

પોલીસે સ્થળ પરથી કુલ રૂ. 2,87,500/- રોકડા, રૂ. 3,80,000/- ની કિંમતના 10 મોબાઈલ ફોન અને જુગાર રમવા માટેનું સાહિત્ય જપ્ત કર્યું હતું. આમ, કુલ રૂ. 6,67,500/- નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો. આરોપીઓ વિરુદ્ધ તાલાલા પોલીસ સ્ટેશનમાં ગુ.ર.નં. 1102/2026 મુજબ જુગારધારા કલમ 4 અને 5 હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.