Gujarat

રાજકોટ સોખડા ગામ તરફ જતા રોડ ઉપરથી કારમાંથી દેશી દારૂના જથ્થા સાથે લીસ્ટેડ બુટલેગર ને પકડી પાડતી PCB શાખા.

રાજકોટ સોખડા ગામ તરફ જતા રોડ ઉપરથી કારમાંથી દેશી દારૂના જથ્થા સાથે લીસ્ટેડ બુટલેગર ને પકડી પાડતી PCB શાખા.

રાજકોટ શહેર વિસ્તારમાં પ્રોહીબીશનની ગેરકાયદેસર પ્રવૃતિ સદંતર નેસ્ત નાબુદ કરવા અને અસરકારક કામગીરી કરવા સુચના કરેલ હોય, જે અન્વયે PCB P.I એમ.આર.ગોંડલીયા ના માર્ગદર્શન હેઠળ પોલીસ અધિકારી/કર્મચારીઓ પેટ્રોલીંગમાં હતા જે દરમ્યાન કિરતસિંહ ઝાલા, વાલજીભાઇ જાડા ને મળેલ સયુંકત હકીકત આધારે સોખડા ચોકડી થી સોખડા ગામ તરફ જતા રોડ ઉપરથી WR-V કારમાંથી દેશી દારૂના જથ્થા સાથે લીસ્ટેડ બુટલેગર ને પકડી પાડી કાયદેસર કાર્યવાહી કરવામા આવેલ છે. રાજુ ઉર્ફે ડીમ્પલ કૃષ્ણમુરારી યાદવ ઉ.૩૪ રહે.નાગલપર પ્રિન્સ રેસીડેન્સી શેરીનં.૨ મકાન નં.૧૩૪ રાજકોટ. દેશી દારૂ લીટર-૧૫૦ કિ.૩૦,૦૦૦ WR-V કાર નં.GJ-18-BJ-0060 કિ.૪,૦૦,૦૦૦ કુલ કિ.૪,૩૦,૦૦૦ નો મુદ્દામાલ કબ્જે કરેલ હોય.

રિપોર્ટર.દિલીપ પરમાર રાજકોટ.

IMG-20260818-WA0018.jpg