Gujarat

મોરબીના રંગપર ગામે આધુનિક પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનું લોકાર્પણ કરાયું

મોરબી
મોરબીના રંગપરમાં નવનિર્મિત પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનો લોકાર્પણ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં રાજયમંત્રીએ વધુમાં ઉમેર્યું હતું કે, રાજ્યનો કોઇપણ નાગરિક આરોગ્ય સેવાઓથી વંચિત ન રહે તે માટે રાજ્ય સરકારે માં વાત્સલ્ય કાર્ડ, માં અમૃતમ કાર્ડ જેવી અનેક આરોગ્ય કલ્યાણકારી યોજનાઓ અમલી બનાવી છે. જેનો દરેક નાગરિકે લાભ લેવો જાેઈએ. ‘પહેલુ સુખ તે જાતે નર્યા’નો ઉલ્લેખ કરતા મંત્રીએ દરેકે આરોગ્ય બાબતે જાગૃત અને વ્યસન મુક્ત બનવા આહવાન કર્યું હતું. રાજયમંત્રી બ્રિજેશ મેરજાએ રંગપર ખાતેથી મોરબી તાલુકાના પાનેલી, નીચીમાંડલ તેમજ હળવદ તાલુકાના સાપડકા ગામ ખાતે રૂપિયા ૨૦ ૨૦ લાખના ખર્ચે નવનિર્મિત પેટા આરોગ્ય કેન્દ્રના પણ વર્ચ્યુલ લોકાર્પણ કરવામાં આવ્યા હતાં. મંત્રી બ્રિજેશ મેરજાના તેમજ મહાનુભાવોના હસ્તે દીપ પ્રાગટ્ય કરવામાં આવ્યું હતું. કાર્યક્રમની શરૂઆત રંગપર પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના મેડિકલ ઓફિસર ર્ડા. રાહુલ કોટડીયાએ સ્વાગત તેમજ મોરબી જિલ્લા પંચાયત આરોગ્ય સમિતિના ચેરમેન હિરાભાઈ ટમારીયાએ આભારવિધિ કરી હતી. જયારે કાર્યક્રમનું સંચાલન દિનેશભાઇ વડસોલાએ કર્યું હતું. આ પ્રસંગે જિલ્લા વિકાસ અધિકારી ડી.જે. ભગદેવ, જિલ્લા પંચાયત પ્રમુખ ચંદુભાઈ સિહોરા, સહકારી આગેવાન મગનભાઇ વડાવીયા અગ્રણી સર્વ જયંતીભાઈ પડસુંબીયા, અગ્રણી જીગ્નેશભાઈ કૈલા, અજયભાઈ લોરીયા, દિલુભા ઝાલા, કે.કે. ચાવડા, અરવિંદભાઈ વાસદડિયા, રાકેશભાઈ કાવર, શંકરદાન ગઢવી, ધર્મેન્દ્રસિંહ જાડેજા, ડાયાભાઈ વડસોલા, સરપંચ મેઘરાજસિંહ ઝાલા, પદાધિકારી- અધિકારીઓ સહિત વિશાળ સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતાં.છેવાડા નાગરિકોને આરોગ્ય સુવિધા મળી રહે તે માટે રાજ્ય સરકાર કટિબદ્ધ છે. તેમ મોરબી તાલુકાના રંગપર ખાતે રૂપિયા ૮૫ લાખના ખર્ચે નવનિર્મિત પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના લોકાર્પણ કાર્યક્રમ પ્રસંગે શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર, પંચાયત(સ્વતંત્ર હવાલો), ગ્રામ વિકાસગ્રામ ગૃહ નિર્માણ રાજયમંત્રી બ્રિજેશભાઇ મેરજાએ પ્રાસંગિક ઉદબોધન કરતા જણાવ્યું હતું.

Modern-Primary-Health-Center-Morbi.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *