રાજકોટ આઉટડોર યુનીટના તાળા તોડી બેટરીઓની ચોરી કરતા ઈસમને મુદ્દામાલ સાથે પકડી અલગ-અલગ ચોરીના ગુનાઓ ડીટેક્ટ કરતી ક્રાઇમ બ્રાન્ચ.
રાજકોટ શહેરમા અલગ-અલગ જગ્યાએ થયેલ ઘરફોડ ચોરીના ગુન્હાઓ તાત્કાલીક ડીટેકટ કરી આરોપીઓને પકડવા સુચના કરેલ હોય, ક્રાઇમ બ્રાન્ચના P.I એ.એસ.ચાવડા તથા એમ.એલ.ડામોર તથા સી.એચ.જાદવના માર્ગદર્શન હેઠળ ડી.સી.બી. પોલીસ સ્ટેશનના વી.ડી.રાવલીયા તથા એસ.એમ.રાણા ની ટીમના પોલીસ સ્ટાફના માણસો પેટ્રોલીંગમાં હતા દરમ્યાન સાગરભાઈ માવદીયા તથા ધર્મેશભાઈ ખાંડેખા તથા તોફીકભાઈ જણાચ નાઓને મળેલ સંયુકત બાતમી હકીકતના આધારે આરોપી પાસેથી ચોરી કરેલ ENDE કંપનીની ૧૨ વોલ્ટની બેટરી કબ્જે કરી આ કામે ચોરી કરનાર ઈસમને મળી આવતા તેઓ વિરૂધ્ધ કાયદેસરની કાયૅવાહી કરવામાં આવેલ છે. રવી રાજુભાઈ વઢવાણીયા જાતે.દેવીપુજક ઉ.૨૬ રહે-મંછાનગર શ્રી.રામ સોસાયટી શેરીનં-૧૧ ના ખુણે રાજકોટ. EXIDE કંપનીની ૧૨ વોલ્ટની બેટરીઓ નંગ-૧૦ કિ.30,000 નો મુદ્દામાલ કબ્જે કરેલ હોય.
રિપોર્ટર.દિલીપ પરમાર રાજકોટ.


