International

બારીઓના કાચ તોડી નંખાયા, ઈંટો ફેંકવામાં આવી: અમેરિકાના ઓહાયોમાં હિન્દુ મંદિરમાં તોડફોડની શર્મનાક ઘટના

શનિવારે હિન્દુ સમર્થક જૂથોએ જણાવ્યું હતું કે, અમેરિકાના ઓહિયોમાં એક હિન્દુ મંદિરની તોડફોડ કરવામાં આવી હતી, જેનાથી ઈમારતને નુકસાન થયું હતું. ‘સ્વામિનારાયણ હિન્દુ મંદિર વડતાલધામ‘ ઓહિયોના ગ્રેટર ક્લેવલેન્ડ વિસ્તારમાં આવેલું છે.

આ જૂથોના જણાવ્યા અનુસાર, આ ઘટના શુક્રવારે બપોરે બની હતી જ્યારે પૂજારીઓ અને ભક્તો સહિતના ઘણા લોકો મંદિરની અંદર હાજર હતા. મંદિરની બારીઓ તોડી નાખવામાં આવી હતી અને મંદિર પર ઈંટો ફેંકવામાં આવી હતી; જાેકે, આ ઘટનામાં કોઈને ઈજા થઈ ન હતી.

હિન્દુ અમેરિકન ફાઉન્ડેશન (ૐછહ્લ)ના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર સુહાગ શુક્લાએ ‘ઠ‘ પરની એક પોસ્ટમાં કહ્યું, “આ હવે વાસ્તવિકતા બની ગઈ છે. ઓનલાઈન ફેલાવવામાં આવતી નફરત હવે હિન્દુ મંદિર પરના વાસ્તવિક હુમલામાં પરિવર્તિત થઈ ગઈ છે. વીડિયો તપાસો અને ગુનેગારને પકડો.” તેમણે વધુમાં કહ્યું, “અમે અમારા દેશના ચૂંટાયેલા નેતાઓ અને સરકારી એજન્સીઓને પણ અપીલ કરીએ છીએ કે તેઓ ભારતીય અને હિન્દુ અમેરિકન સમુદાયો વિરુદ્ધના નફરતભર્યા પ્રચારની જાહેરમાં અને સ્પષ્ટ શબ્દોમાં નિંદા કરે.”

‘કોએલિશન ઓફ હિન્દુઝ ઓફ નોર્થ અમેરિકા‘ (ર્ઝ્રૐદ્ગછ) એ આ હુમલાને “હિન્દુફોબિયાની નવી ઘટના” ગણાવી છે. સંસ્થાએ પોલીસને આ મામલે યોગ્ય કાર્યવાહી કરવા અને રિચમન્ડ હાઈટ્સના મેયર કિમ થોમસને “આવી કટ્ટરતા”ની નિંદા કરવા વિનંતી કરી છે.

ર્ઝ્રૐદ્ગછ એ ‘ઠ‘ પર કહ્યું, “આ ઘટના એવા સમયે બની છે જ્યારે ઓહિયોમાં હિન્દુઓ ‘હિન્દુ હેરિટેજ મંથ‘ (હિન્દુ વારસાનો મહિનો) ની ઉજવણી શરૂ કરી રહ્યા છે અને ૧૦ દિવસથી પણ ઓછા સમયમાં નવરાત્રી દ્વારા દિવ્ય નારીશક્તિનું સન્માન કરવા જઈ રહ્યા છે.”

સમગ્ર અમેરિકામાં હિન્દુ મંદિરો પર હુમલા

ગયા વર્ષે સમગ્ર અમેરિકામાં આવી ઘણી ઘટનાઓ બની હતી. ભારતીય-અમેરિકન કોંગ્રેસમેન સુહાસ સુબ્રમણ્યમે તેની નિંદા કરતા કહ્યું હતું કે અમેરિકાના લોકોને ડર વિના સુરક્ષિત રીતે પોતાની શ્રદ્ધાનું પાલન કરવાનો અધિકાર છે. તેમણે હુમલાનો ભોગ બનેલા મંદિરો જેવા પૂજાના સ્થળોએ સુરક્ષા માટે વધુ સંસાધનો મેળવવાના પ્રયાસો ચાલુ રાખવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો.

ડેમોક્રેટિક કોંગ્રેસમેન સુબ્રમણ્યમે કહ્યું હતું કે, “આપણા સમુદાયોમાં નફરતને કોઈ સ્થાન નથી, અને તેથી જ હું દેશભરમાં હિન્દુ મંદિરો પર થયેલા તાજેતરના નફરતભર્યા હુમલાઓની નિંદા કરું છું.” “અમેરિકામાં વધી રહેલી નફરતનો સામનો કરવા અને આપણા સમુદાયો સુરક્ષિત રહે તે સુનિશ્ચિત કરવા માટે આપણે વધુ પ્રયાસો કરવા માટે પ્રતિબદ્ધ રહેવું જાેઈએ. તેથી, આ દિશામાં કામ કરવા માટે હું રાજકીય પક્ષોની બંને બાજુના મારા સહયોગીઓ સાથે કામ કરવાનું ચાલુ રાખીશ.”