સુરત
સુમુલ ડેરી દ્વારા કેન્દ્ર સરકારના રાષ્ટ્રીય ગોકુળ મિશન અંતર્ગત એનડીડીબીનાં સહયોગથી એક્ષીલરેટેડ બ્રીડ ઇમ્પ્રુવમેન્ટ પ્રોગ્રામ એટલે કે ઝડપી પશુ ઓલાદ સુધારણા કાર્યક્રમ અમલમાં લાવી એમ્બ્રીયો ટ્રાન્સફર ટેકનોલોજીનો પાઇલોટ પ્રોજેક્ટ આજે સુમુલ ડેરીના ચેરમેન માનસિંહ પટેલના હસ્તે નિયામક મંડળના સભ્યોની ઉપસ્થિતિમાં વાંસકૂઇ ફાર્મ અને ભાનાવાડી ફાર્મ ખાતે શરૂ કરવામાં આવ્યો છે. માનસિંહ પટેલ (સુમુલ ડેરીના ચેરમેન) એ જણાવ્યું હતું કે, આ નવી ટેકનોલોજીથી જનિનીક ગુણ અને દૂધ ઉત્પાદક્તાવાળા પશુ ડોનર પશુમાંથી બીજ એકત્રિત કરી સિધ્ધ થયેલા આખલાના બીજ દ્વારા તેનું ફ્લીનીકરણ કરી રસીપીયન્ટ પશુ એટલે કે, સરોગેટ મધરમાં પ્રસ્થાપિત કરવામાં આવે છે. એટલે કે કોઇપણ સામાન્ય ગાયમાંથી બ્રાઝિલની ગાય જેવા પશુ પેદા કરી શકાશે. અને સામાન્ય ભેંસમાંથી પણ ઉચ્ચ ઉત્પાદકતાવાળી મુરાહ ભેંસ પેદા કરી શકાશે.સુરત સામાન્ય પશુમાંથી ઉચ્ચ ઉત્પાદન ગુણવત્તા ધરાવતા પશુ પેદા કરવાની પધ્ધતિ એટલે એમ્બ્રીયો ટ્રાન્સફર ટેકનોલોજીનો સુમુલ ડેરી દ્વારા શુભારંભ કરવામાં આવ્યો છે. એટલે કે હવે સુરત અને તાપી જિલ્લામાં જ સુમુલ ગીર જેવી બ્રાઝિલની વધુ દૂધ આપતી ગાય પેદા કરશે.


