કોંગો નદી પર બોટની ટક્કરમાં ઓછામાં ઓછા ૩૦ લોકોના મોત થયા છે અને ડઝનબંધ લોકો ગુમ થયા છે, તેમ કોંગોના સ્થાનિક સત્તાવાળાઓએ સોમવારે જણાવ્યું હતું. આ ઘટના રવિવારે બની હતી જ્યારે ‘ઇક્વેટર‘ પ્રાંતના ન્ગોમ્બે-લુકોલેલા વિસ્તાર નજીક બે મોટરચાલિત લાકડાની બોટ એકબીજા સાથે અથડાઈ હતી.
તેમાંથી એક બોટ દેશના ઉત્તર-પશ્ચિમ વિસ્તારમાં આવેલા ઉબાંગીથી કોંગોની રાજધાની કિંશાસા જઈ રહી હતી. બીજી તરફ, બીજી બોટ કિંશાસાથી લુકોલેલા જઈ રહી હતી ત્યારે આ ઘટના બની હતી. ટક્કરનું કારણ સ્પષ્ટ નથી, પરંતુ અધિકારીઓએ જણાવ્યું હતું કે વધુ પીડિતો અને બચી ગયેલા લોકોને શોધવા માટે સર્ચ ઓપરેશન ચાલુ છે.
પ્રત્યક્ષદર્શીઓએ ‘રેડિયો ઓકાપી‘ ને જણાવ્યું હતું કે એક બોટમાં પામ ઓઈલ અને મુસાફરો હતા, જ્યારે બીજી બોટ વિશે કોઈ માહિતી નથી. ‘રેડિયો ઓકાપી‘ એ એક સ્વતંત્ર રાષ્ટ્રીય રેડિયો નેટવર્ક છે જે ડેમોક્રેટિક રિપબ્લિક ઓફ કોંગોમાં યુનાઈટેડ નેશન્સ સ્ટેબિલાઈઝેશન મિશન અને ફાઉન્ડેશન હિરોન્ડેલના સહયોગથી કાર્યરત છે.
ટક્કરને કારણે નદીની સપાટી પર તેલ ફેલાઈ ગયું હતું, જેનાથી બચાવ કામગીરી વધુ જટિલ બની ગઈ છે. રેડિયો ઓકાપીએ એક પ્રત્યક્ષદર્શીને ટાંકીને કહ્યું, “જાે તેઓ તરવાનું જાણતા હોય તો પણ, પાણી પર તરતા તેલના આટલા મોટા જથ્થાને કારણે આ કાર્ય લગભગ અશક્ય બની જાય છે.”
કોંગોમાં જહાજ પલટી જતાં ૧૨ લોકોના મોત
સ્થાનિક સરકાર અને સત્તાવાળાઓ દ્વારા દેખરેખના અભાવને કારણે કોંગોમાં બોટની આવી દુર્ઘટનાઓ ખૂબ જ સામાન્ય છે. થોડા દિવસો પહેલા જ, પૂર્વ કોંગોની કિવુ (દ્ભૈદૃે) સરોવરમાં એક જહાજ પલટી ગયું હતું, જેમાં ઓછામાં ઓછા ૧૨ લોકોના મોત થયા હતા.
દક્ષિણ કિવુ પ્રાંતમાં ઇજ્વી (ૈંઙ્ઘદ્ઘુૈ) ટાપુ નજીક જ્યારે આ જહાજ પલટી ગયું ત્યારે તેમાં માછલીના વેપારીઓ અને સામાન સહિત ૫૦થી વધુ લોકો સવાર હતા અને તે બવિના (મ્ુૈહટ્ઠ) થી બોઝા (મ્ર્ડટ્ઠ) જઈ રહ્યું હતું. ઘણા વીડિયો વાયરલ થયા હતા જેમાં ગ્રામજનો અને અન્ય મુસાફરો સ્થાનિક સત્તાવાળાઓને બચાવ કામગીરીમાં મદદ કરતા અને સરોવરમાંથી મૃતદેહો બહાર કાઢતા જાેવા મળ્યા હતા.
ઇજ્વીના રહેવાસી ક્રિશ્ચિયન અમીની ન્દાહિરાએ કહ્યું, “તે બોટમાં બેસતા પહેલા અમે સાંજે વાત પણ કરી હતી. તેના પરિવાર અને મારા માટે આ ખૂબ જ દુ:ખદ બાબત છે.” દરમિયાન, ઇડ્જવી (ૈંઙ્ઘદ્ઘુૈ) માં નાગરિક સમાજના સભ્ય ડોરસેલ બગાઝાનેએ કહ્યું: “સત્તાવાળાઓએ ખાસ કરીને મુસાફરો માટે લાઇફ જેકેટ પહેરવાનું ફરજિયાત બનાવવાનું શરૂ કર્યું હતું. જાેકે, આજે પણ ઘણા લોકો તેના વિના મુસાફરી કરી રહ્યા છે.”

