જામનગર જિલ્લાના જોડિયા તાલુકાના કુંડળ ગામે પાટીદાર સમાજની ચિંતન શિબિર યોજાઈ હતી. આ શિબિરમાં સમાજના ઉત્થાન, સંગઠન અને શિક્ષણ જેવા મહત્વના મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી.

સમાજના બાળકોને ઉચ્ચ શિક્ષણ માટે વધુ સારી સુવિધાઓ મળે તે માટે દરેક શહેરમાં હોસ્ટેલ બનાવવાની જરૂરિયાત પર ભાર મૂકવામાં આવ્યો હતો. આ માટે સંગઠિત થઈને કામ કરવા પર ભાર મુકાયો.
શિબિરમાં ઉમિયાધામ સિદસરના પ્રમુખ મૌલેશભાઈ ઉકાણી, જી.એમ. કન્યા વિદ્યાલય ધ્રોલના મેનેજિંગ ડાયરેક્ટર જેરામભાઈ વાસજાડિયા, ઉમિયાધામના ટ્રસ્ટી રમેશભાઈ રાણીપા, અગ્રણી ગૌતમભાઈ ધમસાણીયા અને બાબુભાઈ ગોપાણી સહિતના આગેવાનો હાજર રહ્યા હતા.

હાલ રાજકોટ ખાતે પાટીદાર સમાજ દ્વારા હોસ્ટેલ નિર્માણ માટે ફાળા એકત્ર કરવાની પહેલ શરૂ કરાઈ છે. આ હોસ્ટેલથી ગ્રામ્ય વિસ્તારોના વિદ્યાર્થીઓને શહેરમાં ઉચ્ચ શિક્ષણની આધુનિક સુવિધાઓ મળશે. જામનગર જિલ્લાના પ્રભારી સહિત જોડિયા તાલુકાના પાટીદાર સમાજના આગેવાનો અને મોટી સંખ્યામાં સમાજના લોકો પણ ઉપસ્થિત રહ્યા હતા.

