Gujarat

પલસાણાના જોળવામાં યુવકનો ફાંસો ખાધેલી હાલતમાં મૃતદેહ મળ્યો

સુરત જિલ્લાના પલસાણા તાલુકાના જોળવા ગામમાં આવેલી આરાધના ગ્રીનલેન્ડ સોસાયટીમાં ૨૩ વર્ષીય યુવક તેજસ રાજેન્દ્રભાઈ પાટીલનું શંકાસ્પદ સંજોગોમાં મોત થયું છે. તે પોતાના રહેણાંક મકાનના રૂમમાં પંખાના હુક સાથે સાડી બાંધી ગળેફાંસો ખાધેલી હાલતમાં મળી આવ્યો હતો.

મૃતક તેજસ મૂળ મહારાષ્ટ્રના જલગાંવ જિલ્લાના અંત્રોલી ગામનો રહેવાસી હતો. તે હાલ જોળવા ગામની આરાધના ગ્રીનલેન્ડ સોસાયટીના મકાન નંબર ૧૦૫માં પરિવાર સાથે ભાડેથી રહેતો હતો અને ગેરેજમાં કામ કરતો હતો. આ બનાવ ૯ ઓક્ટોબર, ૨૦૨૬ના રોજ સાંજે ૬ વાગ્યા પહેલાં બન્યો હતો.

તેજસના પિતા રાજેન્દ્રભાઈ ગણસિંહ પાટીલે પલસાણા પોલીસને જાણ કરી હતી. પલસાણા પોલીસે અકસ્માતે મોત નંબર ૧૦૭/૨૦૨૬ હેઠળ ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા (BNSS), ૨૦૨૩ની કલમ ૧૯૪ મુજબ ગુનો નોંધ્યો છે. યુએએસઆઈ જીતેન્દ્રભાઈ હિરજીભાઈ આ મામલે તપાસ કરી રહ્યા છે. યુવકના મોતનું ચોક્કસ કારણ હજુ સ્પષ્ટ થયું નથી.