Gujarat

જામનગર પોલીસ હેડક્વાર્ટર ખાતે વિજયાદશમીએ શસ્ત્રપૂજન

વિજયાદશમીના પવિત્ર પર્વ નિમિત્તે જામનગર જિલ્લા પોલીસ હેડક્વાર્ટર ખાતે પરંપરાગત શસ્ત્રપૂજનનો કાર્યક્રમ થયો. આ પ્રસંગે SP ડો.રવિ મોહન સૈની સહિતના પોલીસ અધિકારીઓ હાજર રહ્યા.

વિજયાદશમીના પર્વે પોલીસ દળ દ્વારા શસ્ત્રપૂજનની પરંપરા મુજબ શસ્ત્રોની પૂજા કરવામાં આવી. શહેર વિભાગના ડીવાયએસપી જે.એન. ઝાલા અને એસ.ટી.એસ.સી સેલના ડીવાયએસપી મીત રુદલાલ સહિતના અધિકારીઓએ પણ શસ્ત્રપૂજનમાં ભાગ લીધો.

શસ્ત્રોની સાથે અશ્વનું પણ પૂજન થયું. આ કાર્યક્રમ પોલીસ દળની પરંપરા અને ફરજ પ્રત્યેની નિષ્ઠા દર્શાવે છે. સમગ્ર કાર્યક્રમ ધાર્મિક માહોલમાં સંપન્ન થયો.