ગાંધીનગર : મનપાના ઇજનેરોની સામૂહિક બદલી પછી ગેરરીતિ બહાર આવી રહી છે. વોર્ડ11ના કામની તપાસમાં મોટું કૌભાંડ બહાર આવવાની શક્યતા છે. શેડ, પેવર બ્લોક અને રોડના કામો કર્યા વિના જ બિલો મંજૂર કરાવવાનું કૌભાંડ પકડાયું છે. રોડ બનાવ્યા વિના જ બિલો મુકાયાં હતા અને કામ કમ્પ્લિશનના રીપોર્ટમાં રોડ બની ગયો છે તેવા AI જનરેટેડ ફોટો રજૂ કર્યા હતા.
આ કામના મૉનિટરિંગ માટે રખાયેલી પ્રોજેક્ટ મૉનિટરિંગ કન્સલ્ટન્ટ (PMC)નો રીપોર્ટ પણ એઆઇ જનરેટેડ હોવાનું જણાયું છે. કૌભાંડ માટે એઆઇનો ઉપયોગ કરવાનો કદાચ ગુજરાતનો આ પહેલો કિસ્સો હશે.
વોર્ડ 11માં યુનિટ રેટ પ્રમાણે શેડ, પેવર બ્લોક અને ચેઇન લિંક ફેન્સિંગના કામ માટે એજન્સીને વર્ક ઓર્ડર આપ્યો હતો. આ કોન્ટ્રાક્ટ જે એજન્સીને અપાયા હતા તેણે પેટા કોન્ટ્રાક્ટરને કામ આપ્યું હતું. આ પેટા કોન્ટ્રાક્ટર તરીકે અગાઉ મનપાની ઇજનેરી શાખામાં જ આઉટસોર્સિંગથી એન્જિનિયરની ફરજ બજાવતા એક કર્મચારીએ જ કામ લીધું હતું.

