તાપી
ગુજરાતના કુકરમુંડાનું બાલંબાગ્રુપ ગ્રામ પંચાયત બેજ ગામમાં જીવન જરૂરિયાતની વસ્તુઓની ખરીદી કરવા કે સુખ દુઃખના પ્રસંગોમાં હોડીમાં બેસી, બીજા કિનારાથી ૭ કિમી દૂર ખેતરાડી વિસ્તારમાં પગપાળા કે મોટરસાયકલથી મુખ્યમાર્ગ સુધી પહોંચતા હોય છે. બીમારીમાં કે ગર્ભવતી મહિલાને પ્રસુતિ માટે હોડીના સહારે, બાદમાં ઝોળી કરી હોસ્પિટલ લઈ જવાની ફરજ પડતી હોય છે. આટલી વિકટ સ્થિતિ ગ્રામજનો વર્ષોથી સહન કરતા આવ્યા છે. માત્ર ઉનાળાના ચાર માસમાં જળાશયનું પાણી ઉતરી જતા ગ્રામજનો ૭ કિમી કાચા રસ્તાનો ઉપયોગ કરતા હોય છે. આ ચાર માસમાં પણ સરકારી બાબુઓ કે ચૂંટાયેલ પ્રતિનિધિઓએ ગામલોકોની સુવિધા માટે કોઈ કામગીરી કરી નથી. ગામના યુવાનોને વેકસીન બાબતે પૂછતાં અમુક યુવાનો પોતે રોજના હોડી ચલાવતા હોવાથી તેઓ સ્વસ્થ અને મજબૂત હોવાથી વેકસીન મુકાવવાની જરૂર ન હોવાનું જણાવ્યું હતું. જ્યારે અમુક યુવાનોએ આરોગ્ય વિભાગની ટીમ પણ સાથે આવતા વેકશીન મુકાવી હતી.વર્ષોથી ૮ મહિના અમારું ગામ બેટ બને છે. અમો ઘરનો વેરો પણ ભરાતો હોવા છતાં અમને પ્રાથમીક સુવિધા હજુ વહીવટીતંત્ર આપી શક્યા નથી. તેમના બહેરા કાને રજુઆત સંભળાતી નથી. ચૂંટણી સમયે મત માંગવા આવે, પણ સુવિધા માટે નેતા કે અધિકારી આવ્યા નથી. વર્ષ ૨૦૦૬માં ભારે વરસાદ થતાં બોટમાં કલેકટર આવ્યા હતા. શિક્ષણમાં ગામના બાળકોનું ભાવિ અંધકારમય છે. આંગણવાડીની સુવિધા પણ નથી. મોટા ભાગે ૫ થી ૬ ધોરણ ભણ્યા બાદ, અભ્યાસ છોડી દેતા હોય છે. માંડ ત્રણ ચાર વિદ્યાર્થીઓ કોલેજ સુધી અભ્યાસ બહાર રહીને પૂર્ણ કરી શક્યા છે. શિક્ષણની સુવિધાના અભાવે અમારા બાળકો વધુ અભ્યાસ કરી શકતા નથી. ગામમાં પ્રાથમિક સુવિધાના અભાવે અમારું ગામ વર્ષો પાછળ છે. સરકારે શૌચાલય બનાવ્યા હતા, પરંતુ ખાળ કુવા પાણીથી ભરાય જતા બિન ઉપયોગી છે. સોલર લાઈટની સુવિધા મૂકી પરંતુ ચાર વર્ષમાં જ બેટરી ખરાબ થઈ ગઈ. સ્મશાનની સુવિધા નથી. જાેકે ગામમાં મરણાંક વર્ષમાં એકાદ બનતો હોય, પાણીના ભરાવો હોય, ત્યારે કિનારા પર અગ્નિદાહ આપવો પડે. ગુજરાતનું છેવાડાનું એવું ગામ, જ્યાં હજુ પણ લોકો હોડી યુગમાં જીવી રહ્યા છે. તાપી જિલ્લાના કુકરમુંડાનું બાલંબા ગ્રુપ ગ્રામ પંચાયતમા સમાવેશ આશરે ૫૦૦થી વધુ વસ્તી ધરાવતું જુના બેજ ગામ તાપી નદીના કિનારે આવેલ છે. જેની ચારે બાજુ ઉકાઈ જળાશયનું પાણી ભરાય જવાથી ગ્રામજનો ૮ માસ હોડીના સહારે અવર જવર કરવા મજબુર બનતા હોય છે. ગામમાં પ્રાથમિક સુવિધાના નામે શૂન્ય. ત્યારે શાળા અને આરોગ્યની સુવિધાની વાત જ નહીં કરી શકાય. ગર્ભવતી મહિલાને પ્રસુતિ માટે અંદાજીત ૩ કિમીનું હોડીમાં અંતર કાપી, ઝોળીમાં લટકાવીને હોસ્પિટલ લઈ જવાની ફરજ પડે છે. જાણે ગામના લોકોનું ભૂતકાળ, વર્તમાન, અને ભવિષ્ય પાણીમાં છે. ગામમાં ૫૦ ઘરોમાં ૫૦૦ જેટલા સભ્યો છે, આજે વર્ષો વીતી જવા છતાં આરોગ્ય, શિક્ષણ, રસ્તા, વીજળી, આવાસ સહીત સરકારની યોજનાઓ ગામ પહોંચી નથી. વહીવટી તંત્ર અને ચૂંટાયેલા પ્રતિનિધિઓ ગામ સુધી આવ્યા જ નથી. સતત ૮ માસ બેટમાં રહેતું હોવાથી, ગામના લોકોની માત્ર માછીમારી એકમાત્ર રોજગારીની આવક છે.
