Gujarat

મેઘપરમાં રહેણાંક મકાન પાછળથી દારૂની 576 બોટલ મળી

જામનગર જિલ્લાના લાલપુર તાલુકાના મેઘપર (પડાણા) ગામે પોલીસે રહેણાંક મકાન પાછળથી વિદેશી દારૂની 576 બોટલ પકડી છે. આ મામલે દિપકસિંહ ઘોઘુભા પિંગળ (ઉં.વ. 27)ની અટકાયત કરવામાં આવી છે.પોલીસને મળેલી બાતમીના આધારે રાધે કૃષ્ણ મંદિર પાછળ આવેલા મકાનની પાછળની ખુલ્લી જગ્યામાં તપાસ કરાઈ હતી. ત્યાંથી ભારતીય બનાવટની ALL SEASONS GOLDEN COLLECTION RESERVE WHISKYની 576 બોટલ મળી આવી હતી. તેની કિંમત રૂ. 80,640 છે.

આ કેસમાં અભિષેક ઉર્ફે શેરો મુકેશભાઈ બદીયાણી (રહે. સાધના કોલોની, જામનગર)નું નામ સામે આવ્યું છે. તેને પકડવાનો બાકી છે.મેઘપર (પડાણા) પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે. એ.એસ.આઈ. એમ.એલ. જાડેજા આગળની કાર્યવાહી કરી રહ્યા છે.પોલીસ ઇન્સ્પેક્ટર એ.એલ. બારસીયાના માર્ગદર્શન હેઠળ એ.એસ.આઈ. એમ.એલ. જાડેજા સહિત મેઘપર પોલીસ સ્ટેશનની ટીમે આ કાર્યવાહી કરી હતી.