ગાંધીનગરના અદાણી શાંતિગ્રામ સ્થિત વોટર લીલી હાઉસિંગ સોસાયટીમાં રહેતા અને અદાણી સિમેન્ટમાં એચ.આર. હેડ તરીકે ફરજ બજાવતા 52 વર્ષીય જોન વર્ગીસને મકાનનું ગેસ બિલ ભરવા માટે સાયબર ઠગોએ APK ફાઇલ મોકલી રૂ.4.49 લાખનો ચુનો લગાવ્યો હોવાની ફરિયાદ અડાલજ પોલીસ મથકના ચોપડે નોંધાઈ છે.
અદાણી ગેસના પ્રતિનિધિના નામે apk ફાઈલ મોકલી અદાણી સિમેન્ટ કંપનીના HR હેડ જોન વર્ગીસને ગત 30 સપ્ટેમ્બરના રોજ સાંજના સમયે તેમના મકાન માલિક નિશીત રાડીયાએ ફોન કરીને જણાવ્યું હતું કે, મકાનનું ગેસ બિલ બાકી હોવા અંગે અદાણી ગેસમાંથી ફોન આવ્યો હતો અને તેમણે વર્ગીસનો નંબર આપ્યો છે.
થોડી જ વારમાં અજાણ્યા મોબાઈલ નંબર પરથી જોન વર્ગીસને વોટ્સએપ કોલ આવ્યો હતો. જેણે અદાણી ગેસના પ્રતિનિધિ તરીકે ઓળખ આપી બિલ ભરવા માટે વોટ્સએપ પર એક APK ફાઈલ મોકલી આપી હતી.
પાસવર્ડ યાદ ન હોવાથી સાયબર ઠગે ફોન કટ કરી દીધો એટલે વર્ગીસે વિશ્વાસમાં આવી જઈ APK ફાઈલ ડાઉનલોડ કરી તેમાં પોતાના HDFC બેંકના ક્રેડિટ કાર્ડ તથા બેંક એકાઉન્ટની વિગતો દાખલ કરી હતી. જોકે પ્રાથમિક તબક્કે પેમેન્ટ ન થતાં અને નેટ બેંકિંગનો પાસવર્ડ યાદ ન હોવાથી સાયબર ઠગે બાદમાં વાત કરવાનું કહી ફોન કટ કર્યો હતો. જ્યારે બીજા દિવસે સવારે જ્યારે વર્ગીસે નેટ બેંકિંગ લોગિન કરવાનો પ્રયાસ કર્યો ત્યારે તે ખુલ્યું ન હતું.

