વડોદરા જિલ્લાના સાવલી તાલુકાના સરદારપુરા ગામમાં ગ્રામજનોએ RCC રોડનું કામ અટકાવ્યું. કામમાં બેદરકારી અને ગુણવત્તાના નિયમોનું પાલન ન થતું હોવાનો તેમનો આક્ષેપ છે.ગ્રામજનોના જણાવ્યા મુજબ, માટી પર સીધું RCC પાથરવામાં આવતું હતું.
કામ દરમિયાન કોન્ટ્રાક્ટર કે જવાબદાર એન્જિનિયર સ્થળ પર હાજર ન હોવાનો પણ તેમણે આક્ષેપ કર્યો. ગોપાલભાઈ પરમારે આક્ષેપ કર્યો કે રોડના કામમાં નીચે મેન્ટલ નાખવામાં આવતું નથી. તેમણે કહ્યું કે સ્થળ પર કોન્ટ્રાક્ટર કે એન્જિનિયર પણ હાજર નથી.
ગ્રામજનોની માંગ છે કે રોડનું કામ સારી રીતે અને ટકાઉ થાય.ગ્રામજનોએ જવાબદાર અધિકારીઓ સ્થળ પર આવી કામની તપાસ કરે અને ગુણવત્તાના નિયમો મુજબ કામ થાય તેની ખાતરી આપે તેવી માંગ કરી છે.

